Jamnagar તા. 08
જામનગર જિલ્લાના કેટલાક માર્ગાે પર ગેરકાયદેસર રીતે ખનન કરાયેલા ખનીજ નો જથ્થો અને ખાસ કરીને રેતી નો જથ્થો વહન કરવામાં આવતો હોવાની વિગતો જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ સુધી પહોંચતા તેઓએ ધોરીમાર્ગાે પર વોચ રાખવા ટીમ એસઓજીને સૂચના આપતા આજ સવારથી પીઆઈ બી.એન. ચૌધરી ના વડપણ હેઠળ ની એસઓજીની ટૂકડી દ્વારા જોડિયા થી જામનગર તરફના અને લાલપુર સહિતના ધોરીમાર્ગાે પર વોચ ગોઠવાઈ હતી. નાયબ પોલીસ વડા ના જણાવ્યા મુજબ આજ બપોર સુધી માં અંદાજે બે કરોડ ની કિંમતના ૧૩ થી વધુ ટ્રક કબજે કરી જુદા જુદા પોલીસ મથકોમાં રાખી દેવાયા છે. ઉપરાંત ધ્રાંગડા નજીક બિન વારસુ ૩૫૦ ટન રેતી નો જથ્થો પણ એસ. ઓ. જી. પોલીસે કબ્જે કર્યો હતો.
આ કાર્યવાહી ને લઈ ને ખનીજ ચોરોમાં ફફડાટ મચી ગયો છે.