ડોન થ્રીમાં આઈટમ સોંગ માટે Shobhita Dhulipala ને ઓફર

Share:

ફરહાન અખ્તરે શોભિતાનો સંપર્ક કર્યો

શોભિતા અગાઉ આ ફિલ્મમાં રણવીર સામે  મુખ્ય હિરોઈન બનવાની હોડમાં પણ હતી

Mumbai,તા.23

રણવીર સિંહની ‘ડોન થ્રી’માં શોભિતા ધુલિપાલા એક આઈટમ સોંગ કરે તેવી શક્યતા છે. ફિલ્મ સર્જક ફરહાન અખ્તરે તેને આ ગીત માટે ઓફર કરી છે. જોકે, આ બાબતે કોઈ આખરી નિર્ણય  લેવાયો છે કે કેમ તે તત્કાળ જાણવા મળ્યું નથી.  ઉલ્લેખનીય છે કે ફરહાન અખ્તર ‘ડોન થ્રી’ માટે હિરોઈનની શોધ કરી રહ્યો હતો ત્યારે શોભિતાનું નામ પણ ચર્ચાયું હતું. તે વખતે શોભિતાએ પણ પોતે આ ફિલ્મ કરવા માગે છે તેમ જણાવ્યું હતું. જોકે, બાદમાં આ રોલ કિયારા  અડવાણીને ફાળે ગયો હતો.  ફરહાન અખ્તરે આ આઈટમ સોંગનો કન્સેપ્ટ ફાઈનલ કરી દીધો છે  અને તેને તે માટે શોભિતા પરફેક્ટ હોવાનું જણાયું છે.  શોભિતા તાજેતરમાં સાઉથના  સ્ટાર નાગા ચૈતન્ય સાથે સગાઈના કારણે ચર્ચામાં છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *