Jamnagar માં બંધ રહેણાંક મકાનને નિશાન બનાવતા તસ્કરો

Share:

Jamnagar,તા.27 

જામનગરમાં સેનાનગરમાં રહેતા એક પર પ્રાંતીય પરિવારના બંધ રહેણાંક મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું, અને મકાનમાંથી 3.92 લાખની માલમતાની ચોરી કરી લઈ ગયાની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસમાં નોંધાવી છે. બે તસ્કરો ચોરીના ઈરાદે ગુસ્સ્યા હોવાની પાડોશીની માહિતીના આધારે એલસીબી ની ટીમે બે શકમંદોની અટકાયત કરી લીધી છે, અને ચોદીનો ભેદ ઉકેલાઈ જાય તેવી શક્યતાઓ છે.

આ બનાવની વિગત એવી છે કે મૂળ ઉત્તર પ્રદેશના ફતેપુર જિલ્લાના વતની અને હાલ જામનગરમાં સેનાનગરમાં રહેતા માયાબેન રમેશભાઈ ચંદ્રા (ઉ.વ.56) કે જેઓ ગત 24.10.2024 ના દિવસે પોતાના મકાનને તાળું મારીને બહારગામ ગયા હતા અને ત્યાંથી 7 નવેમ્બરે ત્યાંથી પરત ફર્યા હતા. જે દરમિયાન તેઓના બંધ મકાનને કોઈ તસ્કરોએ નિશાન બનાવી લીધું હતું.

જે મકાનમાં ત્રણ નવેમ્બરના દિવસે બે-તસ્કરો અંદર ઘૂસ્યા હોવાનું આડોશી પાદોશીએ ટેલીફોન કરીને જાણ કરી હોવાથી તેઓ વતનમાંથી જામનગર પરત ફર્યા હતા, અને ઘરનો નિરીક્ષણ કરતા તેમના મકાનમાંથી સોના-ચાંદીના અલગ અલગ દાગીનાઓ કે જે તમામની કિંમત આશરે 3,92,500 જેવી થાય છે જે ચોરી થઈ ગયા અંગેની ફરિયાદ સીટી સી. ડિવિઝન પોલીસ મથકમાં નોધાવી હતી. જે મામલામાં એલસીબીની ટુકડીએ તપાસમાં જોડાઈ હતી અને ઊંડાણપૂર્વકની તપાસ અને શોધખોળ હાથ ધરીને બે શકમંદોને ઉઠાવી લીધા છે, અને ટૂંક સમયમાં ચોરીનો ભેદ ઉકેલાઈ જાય તેવી શક્યતાઓ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *