ઝડપાયેલા શખ્સ સામે ગાંધીધામ અને અમદાવાદ પોલીસ મથકના ચોપડે ચડી ચૂક્યો છે
Rajkot,તા.10
રાજકોટ શહેરમાં આર્થિક ગુનાઓ અટકાવવા અને વણ ઉકેલ ગુના ભેદ ઉકેલવા પોલીસ કમિશનર બ્રજેસ્ટ ઝા એ આપેલી સૂચનાને પગલે ક્રાઈમ બ્રાન્ચ ના પી.આઈ ગોંડલીયા અને એમ એલ ડામોર ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ વીડી ડોડીયા સહિતના સ્ટાફ દ્વારા પેટ્રોલિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારે મૂળ રાજસ્થાનના જાલોર જિલ્લાનો વતની અને હાલ જોધપુર ના તેના વાળા ફાટક પાસે રહેતો ભગવાન રામ લીલાજી ચૌધરી નામના સક્ષ સામે બી ડિવિઝન પોલીસ મથકના વિસ્તારમાં વર્ષ 2020 માં ચોરીના ગુનામાં નાસતો ફરતો હોવાનું અને પોતાના વતન ખાતે હોવાની ટેકનિકલ સોર્સીસ ના આધારે મળેલી બાતમીના આધારે હેડ કોન્સ્ટેબલ દિપકભાઈ ચૌહાણ ,યુવરાજસિંહ ઝાલા અને રાજેશભાઈ સહિતના સ્ટાફે દરોડો પાડી ભગવાન રામ લીલાજી ચૌધરીની અટકાયત કરી બી ડિવિઝન પોલીસ મથકના હવાલે કર્યો છે ઝડપાયેલા શખ્સ સામે ગાંધીધામ અને અમદાવાદના મણિનગર પોલીસ મથકના ચોપડે ચોરીના ગુનામાં ચડી ચૂક્યો છે.