એલસીબી ઝોન 2 અને ગાંધીગ્રામ ની ટીમને મળી સફળતા, 1.25 લાખનો મુદ્દામાલ કબજે: બેલડી ની શોધખોળ
Rajkot,તા.17
શહેરમાં એક માસમાં ચારથી વધુ સ્થળોએ રિક્ષામાં પેસેન્જર બેસાડી નજર ચૂકવી એક માસમાં ચારથી વધુ પેસેન્જરના ખિસ્સા હળવા કરનાર ભીમ નગર વિસ્તારમાં રહેતા શખ્સને ઝડપી લઇ રીક્ષા સહિત મળી રૂપિયા 1.5 લાખનો મુદ્દામાલ એલસીબી ઝોન 2 અને ગાંધીગ્રામ પોલીસ મથકની ટીમે કબજે કરી નાસી છૂટેલા બે શખ્સોની શોધખોળ હાથ ધરી છે. વધુ વિગત મુજબ શહેરમાં આર્થિક ગુનાઓ અટકાવવા અને વણ ઉકેલ ગુનાઓનો ભેદ ઉકેલવા પોલીસ કમિશનર જેસ્ટ જાય આપેલી સૂચના ને પગલે એલસીબી પુના પી.એસ.આઇ આર એચ ઝાલા અને ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફે પેટ્રોલિંગ હાથ ધર્યું હતું. ત્યારે આજીડેમ પાસે માંડાડુંગરના ઢાળ પાસે નજીક ભીમ નગર ચોક ખોડીયાર પાનની બાજુમાં રહેતો સંજય મગન બાંભણિયા નામનો શખ્સ એરપોર્ટ ની દિવાલ પાસે શીતલ પાર્ક નજીક શંકાસ્પદ હાલતમાં હોવાની મળેલી બાતમીના આધારે હેડ કોન્સ્ટેબલ રાજેશભાઈ મિયાત્રા, શક્તિસિંહ ગોહિલ, કોન્સ્ટેબલ કુલદીપસિંહ રાણા અને ગાંધીગ્રામ પોલીસ મથક કોન્સ્ટેબલ સબીરભાઈ મલેક સહિતના સ્ટાફે વોચ ગોઠવી હતી ત્યારે સંજય બાંભણિયાની અટકાયત કરી પૂછપરછ કરતા તેણે પાડોશમાં જ રહેતા ભૂરા સામજી સિંધવ અને ઢેબોસ ની મદદથી રહ્યા ચોકડી આગળ રિક્ષામાં પેસેન્જર ને બેસાડી તેના ખિસ્સામાંથી 9,000 ની ચોરી કરી તેમજ ગ્રીનલેન્ડ ચોકડી એથી પેસેન્જર બેસાડી જકાતનાકા સુધીમાંથી તેના ખિસ્સામાંથી 5500 ની ચોરી કરી અને માધાપર ચોકડી થી પેસેન્જર બેસાડી શેઠ નગર સુધીમાં પેસેન્જરના ખિસ્સામાંથી ₹3,000 ની ચોરી કરી તેમજ અલગ અલગ સ્થળોએ પેસેન્જરના ખિસ્સામાંથી પાકીટ ,રોકડની ચોરી કરિયાની કબુલાત આપી હતી. છેલ્લા એક માસમાંથી ચાર થી વધુ સ્થળોએ હાથ માર્યાની કબુલાત આપી હતી. પોલીસે રોકડ અને રિક્ષા મળી રૂપિયા 1.12 લાખનું મુદ્દામાલ કબજે કર્યો છે. જ્યારે પોલીસે નાસી છૂટેલા ભૂરા શામજી સિંધવ અને ઢેબો સરાનીયા શોધખોળા હાથ ધરી છે. ઝડપાયેલ સંજય બામણીયા સામે મારામારી ,ચોરી સહિતના ચાર ગુનામાં પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે તેમજ પાસા હેઠળ એક વખત હવા ખાઈ ચૂક્યો છે.