SME IPO ઓ પર સેબીએ લગામ કસી : નવા નિયમોને મંજુરી

Share:

New Delhi તા.19
માર્કેટ રેગ્યુલેટર સેબીએ ગઈકાલે એસએમઈ આઈપીઓ માર્કેટને મજબુત બનાવવા લીસ્ટીંગની કવોલીટી બહેતર કરવા અને રોકાણકારોનાં હિતની રક્ષા કરવા માટે અનેક નવા નિયમોને મંજુરી આપી છે. આ નવા નિયમો ઝડપથી વધતા એસએમઈ સેકટરમાં પારદર્શિતા ગર્વનેસ અને ફંડના ખોટા ઉપયોગ જેવી ચિંતાઓ દુર કરવા માટે છે.

નવા નિયમો મુજબ એસએમઈ એકસચેંજમાં લીસ્ટ થનારી કંપનીઓને ગત નાણાંકીય વર્ષોમાંથી કમ સે કમ બે વર્ષમાં 1 કરોડ રૂપિયાનું ઓપરેટીંગ પ્રોફીટ બતાવવો પડશે.

આ પગલાથી આર્થિક રીતે મજબુત અને ભરોસાલાયક બિઝનેસ જ માર્કેટમાં આવી શકશે. સાથે સાથે સેલીંગ શેર હોલ્ડર હવે આઈપીઓ દરમ્યાન પોતાની 50 ટકાથી વધુ ભાગીદારી નહિં વેચી શકે.

સેબીએ આઈપીઓથી મળનારા પૈસાનાં ઉપયોગ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે. કંપનીઓ હવે પ્રમોટર્સ, ડાયરેકટર્સ કે રિલેટેડ પાર્ટીઓ પાસેથી લેવાયેલી લોન ચુકવવા આ પૈસાનો ઉપયોગ નહિં કરી શકે.

તેનો ઉદેશ ફંડના ખોટા ઉપયોગને રોકવા અને જમા કરવામાં આવેલ પૈસાનો ખરી જગ્યાએ ઉપયોગ નિશ્ચિત કરવાનો છે. આ સુધારાથી એસએમઈ આઈપીઓમાં રોકાણકારોનાં વિશ્વાસ વધવાની આશા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *