Gandhidham આવતો રૂ.67 લાખનો બિયરનો જથ્થો ઝડપી લેતી એસએમસી

Share:
બુટલેગરે મુંબઈથી મંગાવેલો 52,537 બિયરના ટીન સહીત રૂ. 1.02 કરોડનો મુદ્દામાલ કામરેજ નજીકથી કબ્જે કર્યો
Rajkot,તા.28
 મુંબઈથી 52,537 બિયરના ટીન લઈને ગાંધીધામ આવતો ટ્રક એસએમસીએ કામરેજ નજીકથી ઝડપી લઇ રૂ. 1.02 કરોડના મુદ્દામાલ સાથે ચાલકની ધરપકડ કરી છે. જયારે ગાંધીધામ ખાતે બિયરનો જથ્થો મંગાવનાર જયરાજસિંહ સોઢા અને મુંબઈથી બિયરનો ટ્રક મોકલનાર શખ્સની શોધખોળ શરૂ કરવામાં આવી છે. રાજ્યમાં દારૂની બદ્દી ડામવા સ્ટેટ મોનીટરીંગ સેલના વડા નિર્લિપ્ત રાયની સૂચના હેઠળ એસએમસી પીએસઆઈ એ વી પટેલની ટીમ પેટ્રોલિંગમાં હતી દરમિયાન તેમને ખાનગી રાહે બાતમી મળી હતી કે, મુંબઈ ખાતેથી એક ટ્રક બિયરનો મોટો જથ્થો ભરીને ગાંધીધામ તરફ જઈ રહ્યો છે અને ટૂંક સમયમાં આ ટ્રક સુરત ગ્રામ્યના કામરેજ નજીક આવેલ ચોર્યાશી ટોલનાકા નજીકથી પસાર થનાર છે. બાતમી મળતાની સાથે જ એસએમસી ટીમે ચોર્યાશી ટોલનાકા નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળો શંકાસ્પદ ટ્રક ધ્યાને આવતા એસએમસી ટીમે ટ્રકને અટકાવી ચાલકને નીચે ઉતારી તેનું નામ પૂછતાં ચાલકે પોતાની ઓળખ ગણપતસિંહ ભીમસિંહ રરાઠોડ(રહે. પાનધ્રો ગામ, લખપ્ત, કચ્છ) તરીકે આપી હતી. બાદમાં ટ્રકની ઝડતી કરવામાં આવતા તેમાંથી બિયરનો મોટો જથ્થો મળી આવ્યો હતો. જેથી ટ્રકને કામરેજ પોલીસ સ્ટેશન ખાતે લઇ જઈ બિયરના જથ્થાનિ ગણતરી કરવામાં આવતા 52,547 બિયરના ટીન જેની કિંમત રૂ. 67,24,735, ઉપરાંત ટ્રક, રોકડ, મોબાઈલ સહીત રૂ. 1,02,33,156નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. ટ્રક ચાલકે પ્રાથમિક કબૂલાત આપી હતી કે, દારૂનો જથ્થો મુંબઈથી એક શખ્સે મોકલ્યો હતો અને ગાંધીધામ ખાતે રહેતા ટ્રક માલિક જયરાજસિંહ પૂનમસિંહ સોઢાએ આ જથ્થો મંગાવ્યો હતો. જેથી હવે ગાંધીધામના જયરાજસિંહ અને મુંબઈથી જથ્થો મોકલનારની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *