Surat International Airport ની અવદશા: છતમાંથી પાણી ટપકતા 3 ડોલ મુકવી પડી

Share:

વચ્ચેનો ભાગ રિનોવેટ કરવા ઓર્ડર અપાયો છે: એરપોર્ટ ઓથોરીટીનો લૂલો બચાવ

Surat ,તા.6
સુરતની એરપોર્ટમાં દર વર્ષે મેઈન્ટેનન્સનું કામ કરવામાં આવે છે. છતા જુના ટર્મિલનમાં પ્રથમ માળે એરોબ્રિજની લોબી પાસે છતમાંથી વરસાદી પાણી ટપકી રહ્યું હોવાની ફરીયાદ ઉઠી છે.

જુના ટર્મિનલની છતમાંથી ટપકતું પાણી લોબીમાં પ્રસરે તો અહીથી પ્રસાર થતા મુસાફરોને લપસી પડવાનો ભય રહે છે. હાલ આ અંગે સિવિલ વિભાગને જાણ કરવામાં આવી છે.એરપોર્ટ ઓથોરીટી એ ભ્રષ્ટાચાર છુપાવ! ટપકતુ પાણી બંધ કરવાની કામગીરીને બદલે પેસેન્જર એરિયા બંધ કરી દેવામાં આવ્યો છે.

જુના ટર્મિનલની છતની નબળી જાળવણીને કારણે લીકેજની  સમસ્યા ઉભી થઈ છે. છત જયાંથી ટપકે છે ત્યા નીચે ડોલ મુકવામાં આવી છે. હાલ તેની તસ્વીરો વાયરલ થઈ છે.

જૂના ટર્મિનલના ફર્સ્ટ ફલોર અને એરોબ્રિજની લોબી પાસેનો 2000 સ્કવેરફુટ એરિયા બેરીકેડ કરી બ્લોક કરવાના કારણે મુસાફરોને અગવડતા પડી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા 3 વર્ષમાં એરપોર્ટ પર રિપેરીંગ અને મેઈન્ટેનન્સ પાછળ 18.51 કરોડનો ખર્ચ થયો છે. છતા અત્યારે ટર્મિનલની અવદશા છે.

જેમાં ત્રણ વર્ષમાં અનુક્રમો 3.71 કરોડ 4.63 કરોડ,  અને 10.17 કરોડનો ખર્ચ થયો છે. 2009માં એરપોર્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. 40 કરોડના ખર્ચે ટર્મીનલ બનાવવામાં આવ્યું હતું.

આ અંગે એરપોર્ટ ઓથોરીટીને પ્રશ્ન કરતા અધિકારીઓએ લૂલો બચાવ કર્યો હતો કે બે તરફ વિસ્તરણ થયેલા ટર્મિનલ બિલ્ડિંગનો વચ્ચેનો ભાગ રિનોવેટ કરવા ટેન્ડર જાહેર થયા બાદ વર્ક ઓર્ડર અપાયો છે, ત્યાર બાદ પણ નદી ટપકે……

Leave a comment

Your email address will not be published. Required fields are marked *