જે ચીજોમાં શુગરનું પ્રમાણ વધારે હોય અથવા તો પચતાની સાથે તરત જ ગ્લુકોઝમાં રૂપાંતર થઇ જતું હોય એવી ચીજોનું વધુ પડતું સેવન બ્રેસ્ટ – કેન્સર પેદા કરી શકે છે. અમેરિકાની યુનિવર્સિટી ઓફ ટેકસસના રિસર્ચરોનું કહેવું છે કે સ્ટાર્ચ અથવા તો સિમ્પલ શુગર ધરાવતી વાનગીઓને કારણે શરીરમાં ખાસ પ્રકારનાં એન્ઝાઇમ્સનું પ્રમાણ વધી જાય છે જે લાંબા ગાળે સ્તન-કેન્સર પેદા કરી શકે છે.
રિસર્ચરોનું કહેવું છે કે વધુ પડતી સિમ્પલ શુગર લેનારી મહિલાઓને સ્તન-કેન્સર થાય ત્યારે એ બહુ ઝડપથી ફેફસામાં પણ પ્રસરી જાય એવી શકયતાઓ વધે છે. સુક્રોઝ પ્રકારની શુગર ધરાવતા સ્ટાર્ચ અને કાર્બોહાઇડ્રેટને કારણે ગાંઠ પેદા થવાની તેમ જ વિકસવાની ગતિ પણ વધી જાય છે.