Siddharth and Kiara રોમેન્ટિક ફિલ્મમાં સાથે દેખાશે

Share:

સ્ત્રી ટૂના નિર્માતા સાથે પ્રોજેક્ટની વાતચીત

ફેન્ટસી અને હ્મુમર ધરાવતી ફિલ્મ હશે, લગ્ન પછી બંને પહેલીવાર સાથે કોઈ ફિલ્મ કરશે

Mumbai,તા.19

સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિયારા અડવાણી એક રોમેન્ટિક ડ્રામા માટે ‘સ્ત્રી ટૂ’ સહિતની ફિલ્મોના નિર્માતા મેડૌક  ફિલ્મ્સ સાથે વાતચીત કરી રહ્યા છે. જો બધું સમૂસુથરું પાર પડશે તો યુગલની લગ્ન પછીની આ પ્રથમ ફિલ્મ સાથે હશે. 

આ પ્રોજેક્ટ હજુ વાતચીતના તબક્કામાં છે. સિદ્ધાર્થ અને કિયારા લગ્ન પછી રોમાન્ટિક ભૂમિકા સાથે કરવા માટે આતુર છે અને તેમને આ સ્ટોરી પસંદ પણ પડી છે. સિદ્ધાર્થ મલ્હોત્રાએ થોડા સમય માટે એક્શન હિરો તરીકે કેરિયર જમાવવા ફાંફા મારી જોયા હતા પરંતુ હવે તેને ખ્યાલ આવી ગયો છે કે તેનું ભવિષ્ય એક રોમાન્ટિક હિરો તરીકે જ છે. 

ફિલ્મમાં રોમાન્સ ઉપરાંત ફેન્ટસી તથા હ્યુમરનું પણ મિશ્રણ હશે. જોકે,  સ્ટોરીની વિગતો ખાનગી રાખવામાં આવી છે. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *