૪૩ વર્ષે પણ ૧૬ની દેખાય છે આ હસીના Shweta Tiwari

Share:

શ્વેતા તિવારી તેના ફિટનેસ અને લુક્સથી યંગ એક્ટ્રેસને મ્હાત આપે છે : ફેન્સ તેની પ્રશંસા કરતા થાકતા નથી

Mumbai, તા.૫

શ્વેતા તિવારી ઘણીવાર પોતાના ફેશન સેન્સ અને ગ્લેમરસ લુકના કારણે હેડલાઇન્સમાં રહે છે. ૪૩ વર્ષની શ્વેતા પોતાની ફિટનેસ અને લુક્સથી યંગ એક્ટ્રેસને પણ મ્હાત આપે છે. હાલમાં જ શ્વેતા તિવારીએ વ્હાઇટ-બ્લેક આઉટફિટમાં પોતાના ફોટો શેર કર્યા છે. ફેન્સ તેની પ્રશંસા કરતા થાકતા નથી. ટીવીની જાણીતી એક્ટ્રેસ શ્વેતા તિવારી ઘણીવાર સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. ક્યારેય તે તેના ભજવેલા પાત્રના લીધે તો ક્યારેય તે પોતાની લેટેસ્ટે પોસ્ટના કારણે ચર્ચામાં રહે છે. હવે ફેન્સ તેનો લુક જોઈને તૃપ્તિ ડિમરી સાથે તુલના કરી રહ્યા છે. એક્ટર શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર ઘણીવાર તેની તસવીરોથી લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચે છે. હવે તેના લેટેસ્ટ ફોટોશૂટ્‌સની કેટલીક તસવીરથી ફેન્સ દિવાના બની ગયા છે. એટલું જ નહીં, લોકો તેનો લુક તૃપ્તિ ડિમરી કરતા પણ સારો ગણાવી રહ્યા છે.  ટીવીથી લઈને વેબ સિરિઝ અને ફિલ્મમાં નજર આવતી અદાકાર શ્વેતા તિવારી આજે કોઈની ઓળખની મોહતાજ નથી. પોતાની એક્ટિંગ અને ખૂબસૂરતીના દમ પર એક્ટ્રેસ આજે ઇન્ડસ્ટ્રી પર રાજ કરી રહી છે.

શ્વેતા તિવારી અવારનવાર સોશિયલ મીડિયા પર પોતાના હુસ્નનો જલવો વિખેરે છે. હવે તેના લેટેસ્ટ લુકથી તેણે ઈન્ટરનેટ પર સનસનાટી મચાવી દીધી છે. સામે આવેલા ફોટામાં એક્ટ્રેસના હાથમાં ડ્રિંક પકડેલી જોવા મળી રહી છે. લોકો તેના આ ફોટાના વખાણ કરતા થાકતા નથી.  શ્વેતા તિવારી બે બાળકોની માતા છે. પરંતુ તેને જોઈને કોઈ કહી શકતું નથી. છેલ્લી વખત તે રોહિત શેટ્ટીની કોપ યુનિવર્સ સિરીઝ ‘પોલીસ ફોર્સ’માં જોવા મળી હતી. આમાં તેણે વિવેક ઓબેરોયની પત્નીનો રોલ અદા કર્યો હતો. ટૂંક સમયમાં તે ‘સિંઘમ અગેઇન’માં પણ જોવા મળશે. ‘કસૌટી ઝિંદગી કે’માં પ્રેરણાનું પાત્ર ભજવીને શ્વેતા તિવારી ઘર-ઘરમાં ફેમસ થઈ ગઈ હતી. તેણે ઈન્સ્ટાગ્રામ પર પોતાની ચાર-પાંચ તસવીરો શેર કરી છે, જેના પર લોકો અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે. આ તસવીરોમાં એક્ટ્રેસ બ્લેક આઉટફિટમાં જોવા મળી રહી છે. કેટલાકમાં તે ઊભી રહીને પોઝ આપી રહી છે તો કેટલીકમાં તે હાથમાં ગ્લાસ પકડેલી જોવા મળી રહી છે. એક્ટ્રેસની આ તસવીરો પર એક યુઝરે લખ્યું, ‘બધી છોકરીઓને પાછળ છોડી દીધી’, બીજાએ લખ્યું, ‘તે તૃપ્તિ ડિમરી કરતાં પણ સુંદર છે,’ એકે લખ્યું, ‘જરા કલ્પના કરો કે જો તે તૃપ્તિ ડિમરીની ફિલ્મમાં હોત તો આજે તે કેટલી સફળ હોત. બીજા એકે લખ્યું કે, આ રિયલ નેશનલ ક્રેશ છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *