Shweta Tiwari ને ચાર વર્ષ બાદ છેતરપિંડી કેસમાં રાહત, પૂર્વ પતિ અભિનવે આરોપ લગાવ્યો હતો

Share:

Mumbai,તા.૬

નાના પડદાની જાણીતી અભિનેત્રી શ્વેતા તિવારીની તસવીરો દરરોજ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવે છે. શ્વેતા તિવારી ૪૪ વર્ષની છે, પરંતુ તેની સ્ટાઈલ અને સુંદરતા પરથી કોઈ તેની ઉંમરનો અંદાજો લગાવી શકતું નથી. શ્વેતાએ શો ‘કસૌટી જિંદગી કી’થી લોકપ્રિયતા મેળવી હતી. હવે અભિનેત્રી વિશે સમાચાર આવી રહ્યા છે કે મુંબઈ પોલીસે તાજેતરમાં બોમ્બે હાઈકોર્ટને જાણ કરી હતી કે અભિનેત્રી શ્વેતા તિવારી વિરુદ્ધ તેના પૂર્વ પતિ અભિનવ કોહલી દ્વારા ૨૦૨૧માં દાખલ કરવામાં આવેલ બનાવટી કેસને ફગાવી દેવામાં આવ્યો છે.

ફ્રી પ્રેસ જર્નલના એક અહેવાલ મુજબ, મુંબઈ પોલીસે ૧૭ ડિસેમ્બર, ૨૦૨૪ના રોજ બોમ્બે હાઈકોર્ટમાં ‘છ’ સમરી રિપોર્ટ સબમિટ કર્યો હતો, જેમાં જણાવ્યું હતું કે શ્વેતા સામેના કેસને સમર્થન આપવા માટે કોઈ નક્કર પુરાવા નથી. ‘છ’ સારાંશ અહેવાલ સામાન્ય રીતે દાખલ કરવામાં આવે છે જ્યારે કેસ માન્ય ગણવામાં આવે છે, પરંતુ પુરાવાના અભાવે તે સાબિત થઈ શકતો નથી.

તમને જણાવી દઈએ કે અભિનેત્રીના પૂર્વ પતિ અભિનવ કોહલીએ વર્ષ ૨૦૨૧માં શ્વેતા તિવારી પર બનાવટીનો આરોપ લગાવ્યો હતો. અભિનવના આરોપમાં લખવામાં આવ્યું છે કે શ્વેતા તિવારીએ તેના પુત્ર રેયાંશ માટે યુકેના વિઝા મેળવવા માટે નકલી ર્દ્ગંઝ્ર પર હસ્તાક્ષર કર્યા હતા. એટલું જ નહીં, અભિનવે એવો પણ દાવો કર્યો હતો કે તેણે યુકે એમ્બેસીનો સંપર્ક કર્યો હતો અને તેના વિઝા રદ કરાવ્યા હતા.

શ્વેતા તિવારીને હવે આ કેસમાંથી રાહત મળી છે. તમને જણાવી દઈએ કે શ્વેતા તિવારીએ વર્ષ ૨૦૧૩માં અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા હતા. જોકે, વર્ષ ૨૦૧૯માં તેમના છૂટાછેડા પણ થઈ ગયા. ત્યારબાદ અભિનેત્રીએ તેના બે બાળકોને એકલા હાથે ઉછેર્યા.

વર્ક ફ્રન્ટની વાત કરીએ તો શ્વેતા તિવારી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને તેના ફેન્સ સાથે ખૂબ જ જોડાયેલ રહે છે. શ્વેતા દીકરી પલક સાથે પણ ઘણી ઈવેન્ટ્‌સમાં જોવા મળી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *