Shweta Tiwari એ દીકરી પલક અને ઈબ્રાહિમના અફેરને અફવા ગણાવ્યું

Share:

આવી અફવા ફેલાવવી એ ક્રૂરતા સમાન

પલક અને ઈબ્રાહિમ અનેકવાર સાથે દેખાતાં હોવાથી તેમના ડેટિંગની અફવા

Mumbai,તા.13 

શ્વેતા તિવારીએ પુત્રી પલકની ઇબ્રાહિમ અલી ખાન સાથેના ડેટિંગ પરની અફવાને નકારી કાઢી છે. તેણે કહ્યું કે પલક વિશે આવી અફવા ફેલાવવી એ તેના પર ક્રૂરતા છે.

તેણે કહ્યું હતું કે, મારી પુત્રીનું આત્મબળ મજબૂત હોવાથી તે આવી અફવાઓને સહન કરી શકે છે, પરંતુ તે હજી વયમાં ઘણી નાની હોવાથી તેનો આ આત્મવિશ્વાસ ક્યાં સુધી ટકી રહેશે તે અંગે મને બીક લાગે છે.  તેણે કહ્યું હતું કે, મારી પુત્રી મનોરંજન ઇન્ડસ્ટ્રીને સારી રીતે જાણે છે અને સમજે છે તેથી તે આવી અફવાઓ પર ધ્યાન આપતી નથી.હાલ તો પલક પોતે પણ આ અફવાઓને હળવાશથી લઈ રહી છે પરંતુ ભવિષ્યમાં તેના પર તેની નકારાત્મક અસર પડી શકે છે એમ શ્વેતાએ કહ્યું  હતું.

પલક તિવારી અને ઈબ્રાહિમ અલી ખાન અનેકવાર જુદી જુદી ઈવેન્ટસ તથા ડીનર ડેટ પર સાથે દેખાય છે. બંને જણા પાપારાઝીઓથી પોતે સાથે હોવાનું  છૂપાવવા પ્રયાસ પણ કરતાં હોય છે. ક્યારેક  તેઓ પોતાનો ચહેરો ઢાંકી લે છે  તો ક્યારેક એક પછી એક બહાર નીકળે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *