Dubai,તા.20
આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલની વનડે રેન્કિંગમાં તાજેતરની ઇંગ્લેન્ડ સામેની સિરિઝમાં શાનદાર પ્રદર્શન સાથે ભારતનાં વાઇસ કેપ્ટન શુભમન ગિલ પાકિસ્તાનનાં બાબર આઝમને પછાડીને ટોચ પર પહોંચી ગયાં છે. આઇસીસીએ કરાચીમાં ચેમ્પિયન્સ ટ્રોફીની શરૂઆત પહેલાં બુધવારે રેન્કિંગ રજૂ કર્યું હતું.
ગિલે બીજી વખત વનડે ક્રિકેટમાં નંબર વન રેન્કિંગ પ્રાપ્ત કર્યું છે. 2023 ની શરૂઆતમાં, તેણે બાબરને પાછળ છોડીને આઇસીસી મેન્સ ક્રિકેટમાં ટોચ પર પહોંચ્યાં હતાં. હવે તે જોવાનું રસપ્રદ રહેશે કે પાકિસ્તાન અને દુબઈમાં આઠ ટીમોની ટૂર્નામેન્ટસ દરમિયાન શું થશે.