Somnath તા.૧૩
ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાનાં આજોઠા ગામે ધારાસભ્યશ્રી ભગવાનભાઈ બારડની સીધી દેખરેખ હેઠળ ૪ ફેબ્રુઆરી ૨૦૨૫ના આહીર સમાજ દ્વારા સાતમો સમૂહ લગ્નોત્સવ યોજાશે. જેમા ગામની ૨૧ દીકરીઓ અને ૧૧ દીકરાઓ મળી કુલ ૩૨ લગ્ન ગામની બાજુમાં દેવાયતભાઈ પંપાણીયાના નાળિયેરીના બગીચામાં ભવ્ય પાર્ટી પ્લોટ ઉભો કરી યોજવામાં આવશે. લગ્ન લખવા, માતાજીના તેડાં, દાંડિયા રાસ, મંડપ રોપણ અને શુભ લગ્ન જેવા તમામ પ્રસંગો સમૂહ સ્થળે સમૂહ ભોજન સાથે કરવામાં આવશે. ખોટી દેખાદેખી કે બિન જરૂરી ખર્ચાઓ ઘટાડી શુભ આશયથી ગામના દરેક પરિવારો સમૂહમા જોડાય છે તેમજ કામે કાજે ઉભા રહે છે. દીકરીઓને કરિયાવર સાથે મેરેજ સર્ટિફિકેટ તેમજ સરકારી યોજનાઓ જેવી કે કુંવરબાઈનું મામેરું, સાતફેરાના લાભની કાર્યવાહી કરી આપવામાં આવે છે એમ જેસાભાઈ ભરગાની યાદીમાં જણાવવામાં આવેલ છે.