Shreyas Talpade ની વિનંતીઃ મારા મોતની અફવા ન ફેલાવો, હું સંપૂર્ણ સ્વસ્થ છું

Share:

આવી અફવાઓ વિશે દીકરીને સ્કૂલમાં સવાલો પૂછાતાં તે ચિંતામાં પડી જાય છે

Mumbai,તા.23

શ્રેયસ તળપદેના મોતની  અફવા ફેલાતાં તેણે સોશિયલ મીડિયામાં ચાહકોનકે આવી અફવામાં ન માનવા  વિનંતી કરી હતી. શ્રેયસે જણાવ્યું હતું કે હું ખુશ છું અને સ્વસ્થ છું.

શ્રેયસના જણાવ્યા અનુસાર કોઈ મજાક કરી રહ્યું છે પરંતુ તેની મારા પરિવાર પર ગંભીર અસર થાય છે.  મારી દીકરીને સ્કૂલમાં લોકો આ વિશે સવાલો કરે છે. તેના કારણે તે ચિંતિત બની મારી તબિયત વિશે પૂછ્યા કરે છે. ઉલ્લેખનીય છે કે શ્રેયસને થોડા સમય પહેલાં હાર્ટ એટેક આવ્યો હતો. જોકે, તેની પત્નીએ કેટલાક અજાણ્યા લોકોની મદદથી તેેને સમયસર હોસ્પિટલ પહોંચાડયો હતો. સમયસર સારવાર મળતાં તે બચી ગયો હતો. તે પછી તેણે પોતાનું શૂટિંગ પણ ફરી શરુ કરી દીધું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *