Shraddha Kapoor ટૂંક સમયમાં ક્રિશ ફોર માટે શૂટિંગ શરૂ કરશે

Share:

ક્રિશનો ચોથો ભાગ 11 વર્ષ પછી સાકાર થશે

શ્રદ્ધાએ ગયાં વર્ષે જ ક્રિશ ફોરમાં કામ કરી રહી હોવાનો સંકેત આપ્યો હતો

Mumbai, તા.20
હૃતિક રોશનની ‘ક્રિશ ફોર’ માટે શ્રદ્ધા કપૂર ટૂંક સમયમાં શૂટિંગ શરુ કરશે તેવી સંભાવના છે. 

શ્રદ્ધાએ ગયાં વર્ષે જ પોતે ‘ક્રિશ ફોર’ની હિરોઈન હોવાનો સંકેત આપ્યો હતો. શ્રદ્ધાએ ત્યારે પોતે તડકો ખાઈ રહી હોય તેવા ફોટા પોસ્ટ કર્યા હતા અને લખ્યું હતું કે તેને જાદુ જેમ તડકાની જરુર છે. હૃતિક રોશને ત્યારે તેની પોસ્ટ નીચે કોમેન્ટ કરી હતી કે જાદુ ટૂંક સમયમાં આવશે, હું તેને જણાવીશ.

બંનેના આ સંવાદ પરથી એવી અટકળો શરુ થઈ હતી કે શ્રદ્ધા આ પ્રોજેક્ટ સાથે જોડાઈ રહી છે.

હવે માહિતગાર વર્તુળોના જણાવ્યા અનુસાર રાકેશ રોશને ફિલ્મનું શૂટિંગ શરુ કરવા માટે આખરી તૈયારી શરુ કરી દીધી છે. આ ફિલ્મનો ત્રીજો ભાગ ૨૦૧૩માં આવ્યો હતો અને તેમાં હૃતિક સાથે પ્રિયંકા ચોપરા તથા કંગના રણૌતે કામ કર્યું હતું. તે પછી ૧૧ વર્ષથી ચોથા ભાગની રાહ જોવાય છે.

 

 

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *