Shraddha Kapoor જુહુમાં મોંઘું એપાર્ટમેન્ટ ભાડે રાખ્યું

Share:

આ સિવાય શ્રદ્ધા કપૂરને ‘ફોર્બ્સ ૩૦ અંડર ૩૦ એશિયા’ની યાદીમાં પણ સામેલ કરવામાં આવી છે

Mumbai, તા.૪

શ્રદ્ધા કપૂરે મુંબઈના જુહુમાં ૬ લાખ રૂપિયા પ્રતિ મહિનાના ભાડા પર એક લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ લીધું છે. તેમણે ઓક્ટોબર ૨૦૨૩માં આ ડીલ પર હસ્તાક્ષર કર્યા હતા. આ એપાર્ટમેન્ટમાં ૪ કાર પાર્કિંગ એરિયા પણ છે. તેણે ૭૨ લાખ રૂપિયા એડવાન્સ ચૂકવ્યા છે. શ્રદ્ધા કપૂર બોલિવૂડમાં ૧૨ વર્ષથી કામ કરી રહી છે.આ દિવસોમાં શ્રદ્ધા કપૂર બ્લોકબસ્ટર ફિલ્મ ‘સ્ત્રી ૨’ની સફળતાનો આનંદ માણી રહી છે. સમાચાર એ છે કે તેણે મુંબઈના જુહુમાં પોતાના માટે એક આલીશાન એપાર્ટમેન્ટ લીધું છે, જેનું ભાડું ૧ કે ૨ લાખ રૂપિયા નહીં પરંતુ ૬ લાખ રૂપિયા પ્રતિ માસ છે.એવું કહેવામાં આવી રહ્યું છે કે અભિનેત્રીએ આ એપાર્ટમેન્ટનું ભાડું એડવાન્સ ચૂકવી દીધું છે જે ૭૨ લાખ રૂપિયા છે. અભિનેત્રીએ આ એપાર્ટમેન્ટ માટે ૧૬ ઓક્ટોબરે જ ડીલ સાઈન કરી છે, જેમાં ૪ કાર પાર્કિંગ એરિયા પણ સામેલ છે.આ સાથે આ ટ્રાન્ઝેક્શન પર ૩૬ હજાર રૂપિયાની સ્ટેમ્પ ડ્યુટી અને ૧૦૦૦ રૂપિયાની નોંધણી ફી ચૂકવવામાં આવી છે.શ્રદ્ધા કપૂરે બોલિવૂડમાં લગભગ ૧૨ વર્ષ વિતાવ્યા છે. શ્રદ્ધા કપૂર શક્તિ કપૂર અને શિવાંગી કોલ્હાપુરીની દીકરી છે. શ્રદ્ધાએ ફિલ્મ ‘તીન પત્તી’થી ડેબ્યૂ કર્યું હતું. આ પછી તેણે ‘આશિકી ૨’, ‘બાગી’, ‘છિછોરે’ અને ‘સ્ત્રી ૨’ જેવી ઘણી શાનદાર ફિલ્મો આપી. તેની હિટ ફિલ્મોમાં ‘સ્ત્રી ૨’નું નામ ટોપ પર છે.અત્રે એ પણ જણાવી દઈએ કે વર્ષ ૨૦૧૫માં શ્રદ્ધા કપૂર પણ ‘ફોર્બ્સ ઈન્ડિયા સેલિબ્રિટી ૧૦૦’ની યાદીમાં સામેલ થઈ હતી. આ યાદીમાં તેનું નામ ૫૭મું હતું. આ સિવાય શ્રદ્ધા કપૂરને ‘ફોર્બ્સ ૩૦ અંડર ૩૦ એશિયા’ની યાદીમાં પણ સામેલ કરવામાં આવી છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *