Shraddha Kapoor કરેલા દાવાને સોનમ કપૂરની ઈમાનદારી સાથે સરખાવીને સોશિયલ મીડિયા પર મજાક થઈ

Share:

Mumbai,, તા.૯

લોકોને જે સેલેબ્રિટી ગમતા હોય છે, તેમનું અંગત જીવન કેવું છે, તેઓ નાનાં હતાં ત્યારે કેવાં દેખાતાં હતાં, તેમને શું ભાવે છે, તેમજ તેમને રજાઓ કેવી રીતે વિતાવવી ગમે છે, તે જાણવામાં તેમને હંમેશા રસ હોય છે. આ જિજ્ઞાસાઓ સાથે દરેકના મનમાં સતત એક પ્રશ્ન થતો રહે છે કે તેમને ગમતા સેલેબ્સ હંમેશા સુંદર કઈ રીતે રહી શકે છે. આ બાબતે ઘણા સેલેબ્સ એવા જવાબ આપતા હોય છે કે તેઓ બહુ પાણી પીવે છે અને તેઓ પૂરતી ઊંઘ લે છે કે પછી અંદરથી ખુશ રહેવાના પ્રયત્નો કરે છે. ત્યારે તાજેતરમાં શ્રદ્ધા કપૂરનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તે કહે છે કે તેનું કોઈ સ્કિનકેર રૂટિન નથી. તે માત્ર ફેસવોશ અને મોસ્ચ્યુરાઇઝરનો જ ઉપયોગ કરે છે.આ બાબતે લોકોને શ્રદ્ધામાં વિશ્વાસ બેસતો નથી, એટલે તે ટ્રોલ થઈ રહી છે. આ બાબતે ઘણા લોકો સોનમ કપૂરને પણ યાદ કરી રહ્યા છે, જ્યારે તેણે કહ્યું હતું કે, સેલેબ્સને ફ્લોલેસ દેખાવા માટે આખી સેનાની જરૂર પડે છે. એક યૂઝરે લખ્યું હતું, “એટલે જ મને સોનમ કપૂર ગમે છે, કમ સે કમ તે ઇમાનદારીથી વાત કરે છે. અમને બધાને ખબર છે, છોકરી કે તારે સ્કીન કેર રુટીન નહીં પણ સર્જરીની જરૂર પડે છે.”સોનમ કપૂરે થોડા વર્ષો પહેલાં પોતાના નિવેદનમાં તેના ફૅન્સને કોઈ પણ સ્થિતિમાં પોતાનો આત્મવિશ્વાસ ટકાવી રાખવા હાહતે કહ્યું હતું કે, ‘સેલેબ્સને પણ ફ્લોલેસ દેખાવા માટે આખી આર્મી, અઢળક પૈસા અને સમયની જરૂર પડે છે, ત્યારે તે તમારી સામે જે રીતે રજૂ થાય છે, તેવી દેખાઈ શકે છે, એક વાત હંમેશા યાદ રાખો કે કોઈ સવારે આ ચહેરા સાથે ઊઠતું નથી. હું તો નહીં જ. બીજી કોઈ પણ એક્ટ્રેસ નહીં. હું કસમથી કહું છું, બિયોન્સે પણ નહીં.’

Leave a comment

Your email address will not be published. Required fields are marked *