Stree 2માં ‘સરકટા’ સાથે શ્રદ્ધા અને રાજકુમાર આતંક મચાવશે

Share:

Mumbai, તા.૨૦

અંતે ‘સ્ત્રી’ ફ્રેન્ચાઈઝીની ફિલ્મોના ફૅન્સની આતુરતાનો અંત આવ્યો છે. હોરર કોમેડીનો ટ્રેન્ડ શરૂ કરનાર ફિલ્મની સિક્વલ ‘સ્ત્રી ૨’નું ટ્રેલર લોન્ચ થઈ ચૂક્યું છે. આ ફિલ્મની જાહેરાત થઈ ત્યારથી જ તેની રાહ જોવાઈ રહી હતી. ટ્રેલરમાં શ્રદ્ધા કપુર, રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, અપારશક્તિ ખુરાના અને અભિષેક બેનર્જીને જોઈ શકાય છે. ૨ મિનિટ અને ૫૪ સેકન્ડનાં આ ટ્રેલરમાં ચંદેરીની સ્ત્રીને ભગાવનારી ગેંગ હવે એક નવું પરાક્રમ કરતી જોવા મળે છે, જેમાં તેઓ સરકટા નામના રાક્ષસનો સામનો કરવાની તૈયારી કરી રહ્યાં છે. હોરર સ્ટોરીની સાથે એક નવું રહસ્ય પણ ખુલે છે, ત્યારે રાજકુમાર એટલે કે વિકી ચંદેરીનો રાજુકમાર બની જાય છે. સ્ત્રીઓ પર હુમલો કરતા સરકટાથી પોતાની ગર્લફ્રેન્ડ શ્રદ્ધા કપૂર અને ગામની બધી જ સ્ત્રીઓને બચાવવાનું બીડું રાજકુમાર ઝડપે છે. આ ફિલ્મનું ટ્રેલર જોઈને લાગે છે કે ફિલ્મ જેટલી કોમેડી છે, એટલી જ તે ડરાવે પણ છે. આ ફિલ્મના પહેલા ભાગમાં હતાં એ કલાકારોને યથાવત રખાયા છે. આ ઉપરાંત તેમને સાથ આપવા તમન્ના ભાટિયાનો કેમિયો પણ રજૂ કરાયો છે. તમન્નાની ઝલક ડાન્સ નંબરમાં ટ્રેલરમાં જોવા મળે છે. ‘સ્ત્રી ૨’નાં પ્રોડ્યુસર જ્યોતિ દેશપાંડેએ આ ફિલ્મની રિલીઝ અક્ષય કુમારની ‘ખેલ ખેલ મેં’, જોહ્ન અબ્રાહ્મની ‘વેદા’ તેમજ ‘જો જિતા વોહી સિકંદર’ ફિલ્મ સાથે થતા ક્લેશ વિશે વાત કરી હતી. તેમણે જણાવ્યું કે અમારી ટીમે આ ક્લેશ ટાળવા પ્રયત્ન કર્યા પણ ક્યારેક તમે એ ટાળી શકવાની સ્થિતિમાં હોતાં નથી.  પહેલાં ‘સ્ત્રી ૨’ ૩૧ ઓગસ્ટે રિલીઝ થવાની હતી. પરંતુ પછી તેની રિલીઝ આગળ લઈ જવાઈ હતી. જ્યોતિએ કહ્યું, “જ્યારે ફિલ્મો વચ્ચે ક્લેશ થતો હોય ત્યારે માની લો કે, અમે ‘જો જિતા વોહી સિકંદર’ના વિચાર સાથે આવીએ છીએ. વર્ષમાં ૫૨ અઠવાડિયા જ છે, આપણે શ્રાદ્ધમાં ફિલ્મ રિલીઝ નહીં કરીએ, આઈપીએલમાં નહીં કરીએ, રમઝાનમાં નહીં આવીએ, કોઈ ખાન આવી ગયા તો અમે નહીં આવીએ, એકાદી કોઈ મોટી સાઉથ ઇન્ડિયન ફિલ્મ આવી ગઈ તો અમે નહીં આવીએ. તો અમારી પાસે માંડ ૨૦ વીકેન્ડ બચે છે. તેથી આ સ્થિતિમાં ક્લેશ ટાળવો મુશ્કેલ છે. તો પછી જંગલનો કાયદો જ ચાલશે.”

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *