BJP ને આંચકો! કદાવર leader Prabhat Jha નું નિધન, પૂર્વ રાજ્યસભા સાંસદ લાંબા સમયથી બીમાર હતા

Share:

Madhya-Pradesh,તા.26

મધ્યપ્રદેશ ભાજપના વરિષ્ઠ નેતા પ્રભાત ઝાનું નિધન થઇ ગયું છે. ઝા મધ્યપ્રદેશના પૂર્વ અધ્યક્ષ રહી ચૂક્યા હતા અને પાર્ટીના પૂર્વ રાજ્યસભા સાંસદ પણ હતા. ગુરુવારે ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા. તેમના બે પુત્રો છે. તે મૂળ બિહારના સીતામઢી જિલ્લાના કોરિયાહી ગામના વતની હતા. પ્રભાત ઝાની ગણતરી ભાજપના એવા નેતાઓમાં થાય છે જેમની બૌદ્ધિક જગતમાં સારી એવી ઓળખ છે. તેઓ ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષનું પદ પણ સંભાળી ચૂક્યા છે.

ભાજપ પ્રવક્તાએ કરી પુષ્ટિ 

ભાજપના પ્રવક્તા હિતેશ બાજપેયીએ તેમના નિધનની પુષ્ટિ કરી છે. જૂનના અંતમાં તેમને એરલિફ્ટ કરીને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. મધ્યપ્રદેશના સીએમ મોહન યાદવ અને પ્રદેશ ભાજપ મહાસચિવ હિતાનંદ શર્મા તેમની હાલત જાણવા ભોપાલની હોસ્પિટલ પહોંચ્યા હતા. પરંતુ તેમની તબિયતમાં સુધારો ન થતાં તેમને ગુરુગ્રામ લાવવામાં આવ્યા હતા.

એર એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હી લાવવામાં આવ્યા હતા

ભાજપના નેતાઓના જણાવ્યા અનુસાર, 29 જૂનના રોજ પ્રભાત ઝાને ન્યુરોલોજીકલ સમસ્યાઓના કારણે એર એમ્બ્યુલન્સ દ્વારા ભોપાલથી દિલ્હી લાવવામાં આવ્યા હતા. તેમને ગુરુગ્રામની મેદાંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *