Shobhita Dhulipala and Naga Chaitanya રાજસ્થાનમાં ડેસ્ટિનેશન વેડિંગ કરશે

Share:

પરિવારે એક પેલેસ હોટલ પર પસંદગી ઉતારી

લગ્નમાં પરિવારજનો તથા ખાસ  મિત્રોને જ આમંત્રણ અપાશે, આવતાં વર્ષે લગ્નની સંભાવના

Mumbai,તા.29

નાગા ચૈતન્યા અને શોભિતા ધુલીપાલાની સગાઈ જાહેર થયા બાદ હવે લગ્નની ચર્ચા શરૂ થઇ ગઇ છે.  આ યુગલ રાજસ્થાનમાં ડેસ્ટિનેશન વેડિંગ કરવાનું હોવાનું જાણવા મળે છે.

એક રિપોર્ટના અનુસાર, નાગા ચૈતન્ય અને  શોભિતા ધુલીપાલા અન્ય  સેલિબ્રિટીઓની જેમ રાજસ્થાનમાં રજવાડી શૈલીથી લગ્ન કરવા ઈચ્છે છે. આ માટે પરિવારે એક પેલેસ હોટલ નક્કી કરી લીધી હોવાનું કહેવાય છે.

અગાઉ પરિણીતિ ચોપરા-રાઘવ ચડ્ઢા, હાર્દિક પંડયા-નતાશા સ્ટેનકોવિક, કિયારા અડવાણી-સિદ્ધાર્થ મલ્હોત્રા, કેટરિના કૈફ-વિકી કૌશલે પણ રાજસ્થાનમાં જ લગ્ન કર્યાં હતાં. પહેલા એવી ચર્ચા હતી કે, યુગલ હૈદરાબાદમાં જ લગ્ન કરશે . પરંતુ, હવે એવીવિગત બહાર આવી છે કે તેઓ પરિવારજનો તથા નજીકના  મિત્રોની હાજરીમાં રાજસ્થાનમાં લગ્ન કરશે. બાદમાં હૈદરાબાદમાં રિસેપ્શન યોજાશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *