Agra,તા.27
વિશ્વની અજાયબીમાં સ્થાન ધરાવતા તાજમહેલ વાસ્તવમાં પહેલા એક હિન્દુ શિવ મંદિર હતું તેવા દાવા વચ્ચે ગઈકાલે શિવરાત્રીના અખિલ ભારતીય હિન્દુ મહાસભાના જીલ્લા અધ્યક્ષ મીરા રાઠોડે તેના ઓઢણીમાં એક ખાસ બાનુ બનાવી તેમાં શિવલિંગ લઈ તાજમહેલમાં ગયા હતા અને પછી તેણે શિવલિંગની પૂજા કરી હતી.
તેણે ગઈકાલે તેની આ શિવપૂજાની તસ્વીર સોશ્યલ મીડીયામાં વાયરલ કરી છે. ગઈકાલે સવારે 10 વાગ્યે તેઓ એક સહેલાણી તરીકે તાજમહેલ તેના સાથીદારો સાથે ગયા હતા તેમાં તેઓ શિવલિંગ પણ સાથે લઈ ગયા અને મહાકુંભથી ગંગાનું પવિત્ર જળ લાવ્યા હતા.
તે જળથી શિવલિંગ પર અભિષેક કર્યા છે. મીરા રાઠોડે કરેલા આ સાહસની સોશ્યલ મીડીયામાં જબરી પ્રશંસા થઈ રહી છે. તો તાજ સુરક્ષા તંત્ર સાબદુ થયુ છે. તેણે મીરા રાઠોડનો મોબાઈલ ફોન તપાસ માટે માંગ્યા છે.
મીરા રાઠોડે કોઈ અન્ય દિવસ નહી. શિવરાત્રીના જ આ પૂજા કરી હોવાનો દાવો કર્યો હતો અને કહ્યું કે હજું સુધી કોઈએ મારો સંપર્ક કર્યો નથી. તાજમહેલમાં શિવલિંગ કે કોઈ ધાર્મિક પ્રતિક લઈ જવા પર પ્રતિબંધ છે અને અંદર અગરબતી કે કોઈ પૂજા સામગ્રી લઈ જવા દેવાતા નથી.