Shekhar Kapur અને સુચિત્રાની દીકરી કાવેરી બની હીરોઈન

Share:

૧૯૮૩ના વર્ષમાં આવેલી શેખર કપૂરની ‘માસૂમ’ની સીક્વલ અંગે ઘણાં સમયથી ચર્ચાઓ હતી

Mumbai, તા.૬

બોલિવૂડમાં આગમન કરી રહેલાં સ્ટારકિડ્‌સની યાદીમાં હવે પ્રખ્યાત ફિલ્મ મેકર શેખર કપૂર અને એક્ટર સુચિત્રા કૃષ્ણમૂર્તિની દીકરી કાવેરીનું નામ જોડાયું છે. ફિલ્મમાં હીરોઈન તરીકે કાવેરીની પહેલી ફિલ્મ અંગે ઘણાં સમયથી ચર્ચાઓ ચાલતી હતી. પિતા શેખર કપૂરની હિટ ફિલ્મ માસૂમથી કાવેરી શરૂઆત કરે તેવી શક્યતા હતી. જો કે કાવેરીએ ‘માસૂમ’૨ના બદલે અન્ય ફિલ્મ સાથે કરિયરની શરૂઆત કરી છે. ૧૯૮૩ના વર્ષમાં આવેલી શેખર કપૂરની ‘માસૂમ’ની સીક્વલ અંગે ઘણાં સમયથી ચર્ચાઓ હતી. આ ફિલ્મ સાથે શેખર કપૂર પોતાની દીકરીને સ્ટાર બનાવવા માગતા હોવાનું કહેવાતું હતું. જો કે આ ફિલ્મના બદલે કાવેરીએ અન્ય પ્રોજેક્ટ સાથે શરૂઆત કરી છે. માતા સુચિત્રાએ સોશિયલ મીડિયા પર ડેબ્યુ ફિલ્મ અંગે વાત કરી હતી અને તેનું પોસ્ટર શેર કર્યું હતું. ‘બોબી ઔર રિશિ કી લવ સ્ટોરી’ નામની આ ફિલ્મમાં કાવેરીની સાથે લીડ રોલમાં વર્ધાન પુરી છે. પોસ્ટરમાં તેઓ ઝાડની નીચે રોમેન્ટિક મૂડમાં બેઠેલા જોવા મળે છે. કાવેરીનો કો-સ્ટાર વર્ધાન પુરી પણ ફિલ્મી બેકગ્રાઉન્ડ ધરાવે છે. હિન્દી ફિલ્મોના મોગેમ્બો કહેવાતા અમરીશ પુરીના પૌત્ર વર્ધાન સાથે તે કરિયર શરૂ કરવા જઈ રહી છે. અગાઉ ‘હમ તુમ’ અને ‘ફના’ જેવી રોમેન્ટિક ફિલ્મો બનાવનારા ડાયરેક્ટર કુણાલ કોહલી વર્ષો બાદ આ જોનરમાં કામ કરી રહ્યા છે. જિયો સ્ટુડિયોઝ દ્વારા પ્રોડ્યુસ થયેલી આ ફિલ્મ ૧૧ ફેબ્રુઆરીથી ડિઝની હોટસ્ટાર પર સ્ટ્રીમ થશે.શેખર કપૂર અને સુચિત્રા કૃષ્ણમૂર્તિએ ૧૯૯૯માં લગ્ન કર્યા હતા. કાવેરીના જન્મ બાદ ૨૦૦૭માં તેઓ છૂટા પડ્યા હતા. શેખર કપૂર તેને ‘માસૂમ ૨’ સાથે લોન્ચ કરવા માગતા હતા. જો કે આ ફિલ્મનું શૂટિંગ હજુ શરૂ થયું નથી. સીક્વલમાં પણ નસીરુદ્દીન શાહ અને શબાના આઝમીની જોડીને યથાવત રાખવામાં આવશે. શેખરને પ્રજાસત્તાક દિવસે પદ્મ ભૂષણથી સન્માનિત કરાયા હતા. 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *