Shah Rukhની સ્ત્રી ટૂના નિર્માતા દિગ્દર્શક સાથે ફિલ્મ માટે વાટાઘાટો

Share:

 બિગ બજેટની એડવેન્ચર ફિલ્મ હશે

સ્ત્રી ટૂ ઓલ ટાઈમ હિટ થતાં શાહરુખને  તેમની સાથે કામ કરવામાં રસ પડયો

Mumbai,તા.04

શ્રદ્ધા કપૂર અને રાજ કુમાર રાવની ‘સ્ત્રી ટૂ’ ૬૦૦ કરોડની કમાણી સાથે ઓલ ટાઈમ હિટ સાબિત થઈ છે. રીલિઝ થયાના ૫૦ દિવસ પછી પણ આ ફિલ્મ ટિકિટબારી પર સતત ટંકશાળ પાડી રહી છે. આથી શાહરુખ ખાનને પણ આ ફિલ્મના નિર્માતા અને દિગ્દર્શક સાથે કામ કરવામાં રસ પડયો છે.

નિર્માતા દિનેશ વિજન તથા દિગ્દર્શક અમર કૌશિક એક એડવેન્ચર યુનિવર્સ ઊભું કરવાનો પ્લાન કરી રહ્યા છે. તેની પહેલી ફિલ્મ માટે તેઓ શાહરુખ ખાન સાથે ચર્ચા રકી રહ્યા છે.

શાહરુખ ખાને છેલ્લા  કેટલાક મહિનાઓમાં સંખ્યાબંધ સ્ક્રિપ્ટ તપાસી છે. પરંતુ, હવે તેને આ એડવેન્ચર યુનિવર્સમાં રસ પડયો છે.

જોેકે, હજુ સુધી શાહરુખે આ પ્રોજેક્ટ સાઈન કર્યો નથી. પરંતુ, અત્યાર સુધીની તેમની બધી મીટિંગ પોઝિટિવ રહી છે.

‘સ્ત્રી ટૂ’ના નિર્માતા દિનેશ વિજનની ખાસિયત એ રહી છે કે તે મોટાભાગે બહુ મોટા કમર્શિઅલ સ્ટાર્સ સિવાયના કલાકારો સાથે જ કામ કરે છે. પ્રમાણમાં ઓછા સેલેબલ કલાકારો સાથે કામ કરવા છતાં પણ તેઓ સતત હિટ ફિલ્મો આપતા રહ્યા છે. હવે આ પ્રોજેક્ટ આગળ વધશે તો પહેલીવાર તેઓ શાહરુખ જેવા મોટા કમર્શિઅલ સ્ટાર સાથે કોઈ ફિલ્મ કરશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *