Vadodara માં ગટર બેક મારશે જ ને..!! 20થી 25% ઓછા ભાવે ટેન્ડર ભરતા કોન્ટ્રાક્ટરો-VMC વચ્ચે સાંઠગાંઠ છતી થઈ

Share:

Vadodara તા,23

રાજ્ય સરકારની સૂચના પ્રમાણે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા તાજેતરમાં 10% થી ઓછા ભાવના ટેન્ડરો આવતા હોય છે જેને કારણે કામની ગુણવત્તા જળવાતી નથી. જેથી આવા 10%થી ઓછા ભાવ અંગે યોગ્ય નિર્ણય વિચારીને લેવો જોઈએ તેવા પરિપત્ર છતાં થાય સમિતિમાં વરસાદી ગટરના વાર્ષિક મેન્ટેનન્સના કામોમાં કોન્ટ્રાક્ટરોએ રિંગ કરી 25% થી ઓછા ભાવ ભર્યા છે જે બાબત શંકા ઉપજાવે તેવી છે.

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોન્ટ્રાક્ટરો વચ્ચે રિંગ ચાલતી હોવાના કથિત પુરાવા વધુ એકવાર સામે આવ્યા હોવાનું કહેવાય છે. શહેરના વિવિધ વિસ્તારમાં હયાત વરસાદી ગટર રીપેરીંગ કરવા માટેના એક વર્ષના કોન્ટ્રાક્ટ ભાવ મુજબ ચાર કોન્ટ્રાક્ટરોએ ટેન્ડરો ભર્યા હતા. રૂ.3.45 કરોડના કામમાં ચારેય કોન્ટ્રાક્ટરોએ રીંગ બનાવીને નિયત ભાવથી એક સરખા 20 અને 25 ટકા ઓછા ભાવ ભર્યા હતા. પરિણામે એવું કહેવાય કે તમામ ચારેય કોન્ટ્રાક્ટરોએ ભેગા મળીને રીંગ બનાવી લીધી હોય તો નવાઈ નહીં. આમેય વડોદરા મહાનગરપાલિકા તંત્ર સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કાંઈ નવા નથી.

ઉલ્લેખનીય છે કે દક્ષિણ ઝોનની હયાત વરસાદી ગટરના રીપેરીંગ કરવાના એક વર્ષ માટેના રૂપિયા એક કરોડ (જીએસટી વગર)ની નાણાકીય મર્યાદામાં કામગીરી કરવા કોન્ટ્રાક્ટરના અંદાજિત ભાવથી 20 ટકા ઓછા ભાવના આવેલા બિનશરતીય યુનિટ રેટ ધોરણે ભાવપત્ર મંજૂર કરવા સ્થાયી સમિતિ સમક્ષ ભલામણ થઈ છે. આવી જ રીતે ઉત્તર ઝોન વિસ્તારમાં હયાત વરસાદી ગટરની સમારકામ કરવાના એક વર્ષના વાર્ષિક કોન્ટ્રાક્ટ માટે જીએસટી વગર રૂપિયા 60 લાખની નાણાકીય મર્યાદામાં કામગીરી કરાવવા અંદાજિત ભાવથી 20 ટકા ઓછા ભાવે રેટના ધોરણે કામને મંજૂરી આપવાનું કામ સ્થાયી સમિતિ સમક્ષ રજૂ કરાયું છે.

આ ઉપરાંત પૂર્વ ઝોન વિસ્તારમાં પણ હાલની વરસાદી ગટરના સમારકામ કરવાના કામનો વાર્ષિક કોન્ટ્રાક્ટ એક વર્ષ માટે રૂપિયા 40 લાખ 20 ટકા ઓછા ભાવથી કોઈપણ જાતની શરત વિના મંજૂર કરવાની સ્થાયી સમિતિ સમક્ષ ભલામણ કરવામાં આવી છે. આવી જ રીતે પશ્ચિમ ઝોન વિસ્તારમાં વરસાદી ગટર સફાઈ કરવાના કામનો વાર્ષિક કોન્ટ્રાક્ટ આગામી એક વર્ષ માટે રૂપિયા 75 લાખનું કામ કોન્ટ્રાક્ટરને અંદાજિત ભાવથી 25 ટકા ઓછા મુજબના કોઈપણ જાતની શરત વિના યુનિટ રેટ ભાવ પત્રને મંજૂર કરવાની પણ દરખાસ્ત રજૂ થઈ છે. આ ઉપરાંત ઉત્તર ઝોન વિસ્તારમાં વરસાદી ગટર સફાઈ કરવાના કામનો વાર્ષિક કોન્ટ્રાક્ટ આગામી એક વર્ષ માટે રૂપિયા 70 લાખનું કામ 25 ઓછા ભાવથી કોઈપણ જાતની શરતો વિના યુનિટ રેટ ભાવપત્રને મંજૂર કરવાની પણ દરખાસ્ત સ્થાયી સમિતિ સમક્ષ રજુ થઈ છે. આમ આ તમામ કામો નિયત 20 ટકા અને 25 ટકા ઓછા ભાવના ટેન્ડરો કોન્ટ્રાક્ટર હોય ભર્યા છે. જેથી પાલિકામાં કોન્ટ્રાક્ટરો વચ્ચે વિવિધ કામો બાબતે રીતસરની રીંગ ચાલતી હોય એવું સ્પષ્ટ જણાઈ આવે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *