નવા ભરતી થાય છે તેની સામે કર્મચારીઓ નિવૃત થતા હોવાથી અનેક એસ.ટી.રૂટ બંધ કરવા પડે તેવી Âસ્થતિ
Amreli,તા.૧૧
અમરેલી એસ.ટી. ડિવિઝનના તાબા હેઠળ આવેલા તમામ ડેપોમાં ડ્રાઈવર તથા કન્ડક્ટરની ઘટ છે જેથી કરીને જીલ્લાના તમામ ગામડાઓમાં રૂટ અનિયમિત થઈ ગયેલ છે અને વિદ્યાર્થીઓએ સહિતના મુસાફરોને હેરાન થવું પડે છે. આ બાબતે રાજય સરકારને જાણ હોવા છતાં કોઈ ભરતી કરવામાં આવતી નથી.અમરેલી એસ.ટી.ડિવિઝનમાં છેલ્લા ઘણા સમયથી ડ્રાઈવર તથા કન્ડક્ટરોની મોટા પ્રમાણમાં ઘટ છે. જેથી કરીને જીલ્લાના તમામ ગામડાઓના રૂટો અનિયમિત ચાલી રહ્યા છે અને વિદ્યાર્થીઓ, ધંધાર્થીઓ તેમજ મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. અને અનિયમિત બસના લીધે વિદ્યાર્થીઓ, ધંધાર્થીઓ સમયસર તેઓ સ્થળ સુધી જઇ શકતા નથી જેના કારણે વિદ્યાર્થીઓને શિક્ષણમાં મુશ્કેલી પડે છે અને ધંધાકીય લોકોને આર્થિક નુકશાનીનો સામનો કરવો પડે છે. માટે અમરેલી એસ.ટી. ડેપોમાં વહેલી તકે ડ્રાઈવર તથા કન્ડક્ટરો ફાળવીને ખાલી પડેલ જગ્યાઓને ભરવામાં આવે તેવી માંગ થઈ રહી છે. રાજય સરકાર દ્વારા સમયાંતરે એસ.ટી.ના કંડકટર-ડ્રાઈવરની ભરતી કરવામાં આવે છે પરંતુ ભરતી કર્યા બાદ વધુ ડ્રાઈવર-કંડકટરો નિવૃત થતા હોય છે. જેથી પરિÂસ્થતિ જૈસે થે રહે છે. લગ્નગાળામાં એસ.ટી.બસનું સંચાલન કરવુ માથાના દુઃખાવારૂપ બની જાય છે. મોટાભાગના કર્મચારીઓ રજા પર હોવાથી અમરેલી એસ.ટી.ડિવિઝનના તમામ ડેપોમાં રૂટ બંધ કરવા પડે તેવી Âસ્થતિ છે. જિલ્લાના ડેપોમાં ડ્રાઈવરોની ઘટ જાઈએ તો અમરેલીમાં ૩૬, સા.કુંડલામાં ર૭, બગસરામાં ર૧, ધારીમાં ર૩, રાજુલામાં ૧૪, ઉનામાં ર૦, કોડીનારમાં ૦૩ ડ્રાઈવરોની ઘટ છે જયારે કંડકટરોમાં અમરેલીમાં ર૦, સા.કુંડલામાં ર૭, બગસરામાં ર૦, ધારીમાં ૧૯, રાજુલામાં ૧૭, ઉનામાં રપ અને કોડીનારમાં ૧૧ની ઘટ એેસ.ટી.વિભાગના ચોપડે નોંધાયેલી છે.
Amreli એસ.ટી.વિભાગમાં ડ્રાઈવર-કંડકટરની ઘટ, સંચાલન મુશ્કેલ
