Morbi,તા.03
તીથવા ગામે ગાળો બોલવાની ના પાડતા મહિલાઓ સહિતના સાત ઇસમોએ યુવાનને માર મારી તલવાર વડે માથામાં મારી તેમજ છરી વડે ઈજા કરી લાકડાના ધોકા વડે માર માર્યાની ફરિયાદ નોંધાઈ છે વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે
વાંકાનેર તાલુકાના તીથવા ગામના રહેવાસી આરીફ દિલાવરશા શામદાર નામના યુવાને આરોપી માહિર, નસીમબેન, કરિશ્માબેન, સુનેહરાબેન, અયુબ ગામેતી રહે બધા ગોંડલ ધાર તા. ગોંડલ તેમજ બે અજાણ્યા ઈસમો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે જેમાં જણાવ્યું છે કે આરોપીઓ ફરિયાદીના મોટાભાઈના ઘરમાં રહેતા વસીમશા અકબરશા સાથે ગાળા ગાળી કરતા હતા અને આરીફ બાજુમાં રહેતો હોય જેથી ગાળો બોલવાની ના પાડી હતી જેથી આરોપીઓએ યુવાનને ગાળો અપાઈ જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યા હતા જે વાતનો ખાર રાખી રાત્રીના દોઢેક વાગ્યાના અરસામાં આરોપીઓ આરીફના ઘરે આવી દરવાજો ખખડાવ્યો હતો જેથી યુવાન બહાર આવતા આરોપીઓએ ફરિયાદીના મોટાભાઈના ઘરમાં રહેતા વસીમશા અને મહમદશા ક્યાં છે પૂછતાં યુવાને કાઈ ખબર નથી કહ્યું હતું
જેથી આરોપી અયુબે તલવાર વડે માથામાં ઘા મારી તેમજ માહીરે છરી વડે યુવાનને એક ઘા હાથમાં અને એક ઘા સાથળમાં મારી તેમજ અજાણ્યા આરોપીઓએ ધોકા વડે ઈજા કરી હતી અને ફરિયાદીના બહેનને લાકડીના ધોકા વડે મારી ઢીકા પાટું મારી ઈજા કરી હતી જેથી યુવાન ભાગીને મસ્જીદ તરફ જતા આરોપીઓએ પાછળ દોડીને ફરિયાદીને પકડી વશીમશા અને મહમદશા ક્યાં છે કહી દે નહીતર જાનથી મારી નાખશું તેવી ધમકી આપી હતી અને આરોપીઓએ થાર ગાડી અને ઇકો ગાડી તેમજ સ્કૂટર લઈને જતા હતા ત્યારે ફરિયાદીના કાકા કાકી સામે આવતા કાકીને લાકડાના ધોકાનો ઘા મારી જતા જતા જાનથી મારી નાખવાની ધમકી આપી હતી વાંકાનેર તાલુકા પોલીસે ફરિયાદ નોંધી તપાસ ચલાવી છે