Nadiad,તા.૧૧
નડિયાદ માતૃ છાયા અનાથાશ્રમની બહાર એક અજાણ્યા વ્યક્તિએ એક નવજાત બાળકને પારણામાં છોડી દીધું હોવાનું માતૃછાયા આશ્રમના કર્મચારીઓને જાણ થતાં ચકચાર મચી ગઈહતી. કર્મચારીઓને ઘટનાની જાણ થઈ, ત્યારે તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા અને નવજાત શિશુને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યું હતું.
નડિયાદ પોલીસે હવે નવજાત શિશુને કોણે ત્યજી દીધું તેની તપાસ શરૂ કરી છે. આ મામલે નડિયાદના વૈશાલી રોડના રહેવાસી સંદીપભાઈ પરમારે ફરિયાદ નોંધાવી હતી. તેમણે કહ્યું કે તેઓ છેલ્લા ૨૫ વર્ષથી નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં નીલકંઠ મહાદેવ પાસે આવેલા માતૃછાયા અનાથાશ્રમમાં અધિક્ષક તરીકે કાર્યરત છે. ૧૦ માર્ચ, ૨૦૨૫ ના રોજ, સવારે ૬ઃ૪૫ વાગ્યે તેમને ખબર પડી કે કોઈ અજાણ્યા વ્યક્તિએ સંસ્થાના મુખ્ય દરવાજાની બહાર પારણામાં નવજાત બાળકને છોડી દીધું છે, તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા. તેથી જ્યારે તેઓ સ્થળ પર પહોંચ્યા, ત્યારે તેમને લગભગ સાત દિવસનું એક તાજું જન્મેલું બાળક મળી આવ્યું હતું.
તેમણે અન્ય સ્ટાફ સાથે બાળકને તાત્કાલિક સારવાર માટે નડિયાદ સિવિલ હોસ્પિટલમાં લઈ ગયા. અને જ્યારે સંદીપભાઈએ આ બાબતની જાણ નડિયાદ પશ્ચિમ પોલીસને કરી, ત્યારે પોલીસે બાળકને ત્યજી દેનારા અજાણ્યા વ્યક્તિ સામે ગુનો નોંધીને તેની શોધ શરૂ કરી છે.