14.75 લાખના બે ચેક પરત ફરવાનો કેસમા સોની વેપારીને 1-1 વર્ષની સજા સામે અપીલ કરી હતી
Rajkot,તા.21
શહેરમાં 14.75 લાખના બે ચેક પરત ફરવાનો કેસમા સોની વેપારીને ટ્રાયલ કોર્ટે ફટકારેલી સજાના હુકમ સામે કરેલી બે અપીલ સેશન્સ કોર્ટે નામંજૂર કરી નીચેની કોર્ટના હુકમને કાયમ રાખી અને આરોપી સામે બિન જામીન લાયક સજાનો વોરંટ ઇસ્યુ કરતો હુકમ કર્યો છે. વધુ વિગત મુજબ શહેરમાં રહેતા રાજનભાઈ દયાળજીભાઈ આંદોદરીયા અને દયાળજીભાઈ ડાયાભાઈ આંદોદરીયા પાસે મિત્રતાના દાવે હસમુખભાઈ મધુભાઈ સીતાપરા નામના સોની વેપારીએ હાથ ઉછીના 30 લાખ રૂપિયા લીધા હતા. જે રકમ ચૂકવવા આપેલા 14.75 લાખના બે ચેક બેંકમાંથી વગર વસુલાતે પરત ફરતા કાયદાકીય જોગવાઈ મુજબ સોની વેપારી હસમુખભાઈ સીતાપરાને નોટિસ પાઠવવા છતાં સમય મર્યાદામાં રકમ ન ચૂકવતા અંતે નેગોસીએબલ અદાલતમાં ફરિયાદ દાખલ કરી હતી. જે કેસમાં આરોપી હાજર થયેલા હતા કેસમાં પુરાવો લેવામાં આવ્યો હતો . બંને પક્ષોની રજૂઆત બાદ કેસમાં કોર્ટે તેમના ચુકાદામાં પુરાવાની વિસ્તૃત છણાવટમા આરોપીને બન્ને કેસમાં ૧- ૧ વર્ષની સજા , ૧૪,૭૫,૦૦૦ અને ૧૪,૭૫,૦૦૦ વળતર ૧-માસની અંદર ચુકવવામાં નિષ્ફળ જાય તો વધુ ૬ – ૬ માસની સજાનો હુકમ ફરમાવેલો હતો. જે હુકમથી નારાજ થઈ આરોપીએ l એડી. સેસન્સ કોર્ટ સમક્ષ અપીલ દાખલ કરી હતી. જે કામે મુળ ફરીયાદીના એડવોકેટ ભુપેન્દ્ર ટી. ગોહેલ ધ્વારા દલીલો અને રજુઆતો કર્યાબાદ એડી. સેસન્સ જજ, લી એસ. એ. ગલેરીયા આરોપી હસમુખ સીતાપરાની અપીલ નામંજુર કરી ટ્રાયલ કોર્ટનો હુકમ કાયમ રાખી અને આરોપી સામે બીનજામીન લાયક સજાનું વોરંટ ઈશ્યુ કરવાનો હુકમ કરેલો છે.આ કામમાં ફરીયાદી વતી રાજકોટના એડવોકેટ કને તનસુખભાઈ બી. ગોહેલ, હિરેન્દ્ર જે. મકવાણા અને ભુપેન્દ્ર ટી. ગોહેલ રોકાયેલા છે.