નવા શિખરો સર કરતું બજાર : Sensex 384 પોઈન્ટ ઉછળી 84929 નવી વિક્રમી ઊંચાઈએ

Share:

Mumbai,તા.24

યુ.એસ. ફેડરલ રિઝર્વ દ્વારા ગત  સપ્તાહમાં વ્યાજ દરમાં અડધા ટકાનો ઘટાડો કરીને વૈશ્વિક બજારોમાં રિકવરી સાથે ભારતીય શેર બજારોમાં વિદેશી ફંડોનો જંગી પ્રવાહને આકર્ષાતા જોવાયેલી તોફાની તેજી બાદ આજે ચાઈનાએ પણ વ્યાજ દરમાં ઘટાડો કરતાં ફંડોની આક્રમક ખરીદીએ સેન્સેક્સ, નિફટી નવા શિખરે પહોંચ્યા હતા. તેજી સતત બળવતર બનતી રહી આજે ફંડોએ ફ્રન્ટલાઈન-ઈન્ડેક્સ બેઝડ હેવીવેઈટ શેરો મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, બજાજ ઓટો, ઓએનજીસી, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, હીરો મોટોકોર્પ, ભારતી એરટેલ, બીપીસીએલ, હિન્દુસ્તાન યુનિલિવર, ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ, અલ્ટ્રાટેક સિમેન્ટ સહિતમાં આકર્ષણ તેજીના સથવારે નિફટી સ્પોટ ૨૬૦૦૦ની લગોલગ ૨૫૯૫૬નું નવું શિખર બનાવી અંતે ૧૪૮.૧૦ પોઈન્ટ વધીને ૨૫૯૩૯.૦૫ની વિક્રમી નવી ટોચે બંધ રહ્યો હતો. જ્યારે સેન્સેક્સ પણ ૮૫૦૦૦ની લગોલગ ૮૪૯૮૦.૫૩ની નવી વિક્રમી ટોચ બનાવી અંતે ૩૮૪.૩૦ પોઈન્ટ વધીને ૮૪૯૨૮.૬૧ની નવી ઐતિહાસિક ઊંચાઈએ બંધ રહ્યો હતો.

ઓટો ઈન્ડેક્સની ૮૬૮ પોઈન્ટની છલાંગ : બજાજ ઓટો રૂ.૪૦૦ ઉછળ્યો : મહિન્દ્રા રૂ.૯૭ ઉછળ્યોચોમાસું  સફળ સારૂ રહેતાં અને તહેવારોની સીઝન શરૂ થઈ જતાં દેશમાં વાહનોની ખરીદી વધવાના અંદાજોએ ઓટોમોબાઈલ કંપનીઓના શેરોમાં ફંડોએ આજે આક્રમક પસંદગીની ખરીદી કરતાં બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૮૬૮.૧૪ પોઈન્ટની છલાંગે ૬૦૫૧૭.૬૯ બંધ રહ્યો હતો. બજાજ ઓટો રૂ.૪૦૦.૪૫ ઉછળી રૂ.૧૨,૩૪૩.૪૦, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૯૭.૧૫ વધીને રૂ.૩૦૪૯.૪૦, હીરો મોટોકોર્પ રૂ.૧૭૬.૬૦ વધીને રૂ.૬૧૯૦.૪૦, બોશ રૂ.૮૮૦.૯૫ ઉછળી રૂ.૩૬,૫૫૮.૫૦, બાલક્રિષ્ન ઈન્ડસ્ટ્રીઝ રૂ.૪૪.૧૫ વધીને રૂ.૩૧૨૩.૨૫, મધરસન સુમી રૂ.૪.૪૫ વધીને રૂ.૨૦૭.૨૫, કમિન્સ ઈન્ડિયા રૂ.૪૭ વધીને રૂ.૩૮૬૬.૬૦, ટીવીએસ મોટર રૂ.૩૨.૩૦ વધીને રૂ.૨૮૫૦, એમઆરએફ રૂ.૧૧૦૩.૪૦ વધીને રૂ.૧,૩૭,૧૪૨.૧૦, મારૂતી સુઝુકી રૂ.૬૫.૫૦ વધીને રૂ.૧૨,૬૮૨.૨૦ રહ્યા હતા. ન્ઝયુમર ઈન્ડેક્સ ૯૪૬ ઉછળ્યો : વીઆઈપી રૂ.૫૮ વધીને રૂ.૫૫૭ : આદિત્ય બિરલા, બ્લુ સ્ટારમાં તેજી

કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં પણ ફંડોએ આજે પસંદગીની આક્રમક ખરીદી કરી હતી. વીઆઈપી ઈન્ડસ્ટ્રીઝ રૂ.૫૮.૩૫ ઉછળી રૂ.૫૫૬.૮૦, આદિત્ય બિરલા ફેશન રૂ.૧૬.૩૦ વધીને રૂ.૩૪૪.૫૦, બ્લુ સ્ટાર રૂ.૭૯.૨૫ વધીને રૂ.૨૦૧૧.૫૫, ડિક્સન ટેકનોલોજી રૂ.૨૨૧ વધીને રૂ.૧૪,૨૧૫.૧૫, હવેલ્સ ઈન્ડિયા રૂ.૩૪.૩૦ વધીને રૂ.૨૦૮૧.૩૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૯૪૫.૮૬ પોઈન્ટ ઉછળીને ૬૮૭૮૮.૨૦ બંધ રહ્યો હતો.

૩૭.૫ કરોડ ડોલરનું ફંડિંગ મેળવતાં અદાણી ગેસ રૂ.૪૭ ઉછળી રૂ.૮૩૬ : ગેઈલ, ઓઈલ ઈન્ડિયા તેજી

ઓઈલ-ગેસ શેરોમાં ફંડોની આજે મોટી ખરીદી રહી હતી. અદાણી ટોટલ ગેસ દ્વારા બિઝનેસ વિસ્તરણ માટે વૈશ્વિક ધિરાણદારો પાસેથી ૩૭.૫ કરોડ ડોલરનું ફંડિંગ મેળવતાં શેર રૂ.૪૭.૫૦ ઉછળીને રૂ.૮૩૬.૧૦, ગેઈલ ઈન્ડિયા રૂ.૮ વધીને રૂ.૨૨૦.૩૫, ઓઈલ ઈન્ડિયા રૂ.૧૯.૫૦ વધીને રૂ.૫૮૧.૯૦, ઓએનજીસી રૂ.૯.૦૫ વધીને રૂ.૨૯૫.૩૫, પેટ્રોનેટ એલએનજી રૂ.૭.૨૫ વધીને રૂ.૩૩૨.૨૦, બીપીસીએલ રૂ.૬.૭૦ વધીને રૂ.૩૩૮.૨૦, ઈન્દ્રપ્રસ્થ ગેસ રૂ.૮.૧૦ વધીને રૂ.૫૪૭, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૫.૩૦ વધીને રૂ.૨૯૮૮.૪૦ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૬૭૧.૦૬ પોઈન્ટ ઉછળી ૩૦૮૦૧.૮૫ બંધ રહ્યો હતો.

રિયાલ્ટી શેરોમાં ગોદરેજ પ્રોપર્ટી રૂ.૨૦૫ ઉછળી રૂ.૩૧૯૩ : ડિએલએફ રૂ.૩૨, ઓબેરોય રૂ.૪૫ વધ્યા

રિયાલ્ટી કંપનીઓના શેરોમાં આજે ફંડોએ ફરી આક્રમક ખરીદી કરી હતી. ગોદરેજ પ્રોપર્ટીઝ રૂ.૨૦૪.૮૦ વધીને રૂ.૩૧૯૩.૫૦, ડિએલએફ રૂ.૩૧.૫૦ વધીને રૂ.૯૦૯.૬૫, ઓબેરોય રિયાલ્ટી રૂ.૪૫.૧૦ વધીને રૂ.૧૯૦૩, મેક્રોટેક ડેવલપર્સ રૂ.૨૯.૫૦ વધીને રૂ.૧૪૨૩.૫૦, શોભા ડેવલપર્સ રૂ.૩૯.૧૫ વધીને રૂ.૨૦૩૨.૩૫ રહ્યા હતા.

બેંકિંગ શેરોમાં સિલેક્ટિવ તેજી : કેનેરા બેંક, બીઓબી, સ્ટેટ બેંક, ઈન્ડિયન બેંક, વર્ધમાન હોલ્ડિંગ વધ્યા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની ખરીદી રહી હતી. કેનેરા બેંક રૂ.૪.૪૦ વધીને રૂ.૧૦૯.૩૫, બેંક ઓફ બરોડા રૂ.૯.૧૦ વધીને રૂ.૨૪૪.૫૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧૯.૯૦ વધીને રૂ.૮૦૧.૮૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૩૨.૬૫ વધીને રૂ.૧૯૩૮.૬૦, ફેડરલ બેંક રૂ.૨.૫૫ વધીને રૂ.૧૮૭.૬૦, એચડીએફસી બેંક રૂ.૧૭.૧૦ વધીને રૂ.૧૭૫૯.૨૫ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૩૯૪.૨૯ પોઈન્ટ વધીને ૬૧૩૪૯.૪૧ બંધ રહ્યો હતો. આ સાથે એસબીએફસી ફાઈનાન્સ રૂ.૧૭.૫૯ ઉછળી રૂ.૧૦૫.૬૯, બીએફ ઈન્વેસ્ટમેન્ટ રૂ.૫૫.૮૦ ઉછળી રૂ.૬૪૫.૬૦, બેંક ઓફ મહારાષ્ટ્ર રૂ.૪.૬૫ વધીને રૂ.૬૩.૦૭, આધાર હાઉસીંગ રૂ.૩૫.૨૫ વધીને રૂ.૪૯૯.૩૦,એડલવેઈઝ રૂ.૯.૩૦ વધીને રૂ.૧૪૦.૮૦, વર્ધમાન હોલ્ડિંગ રૂ.૨૦૬.૪૦ વધીને રૂ.૪૧૬૦, ઈન્ડિયન બેંક રૂ.૨૫.૯૦ વધીને રૂ.૫૩૫.૦૫, જેએસડબલ્યુ હોલ્ડિંગ રૂ.૩૧૮.૪૦ વધીને રૂ.૮૨૬૧.૦૫, પ્રુડેન્ટ એડવાઈઝર રૂ.૮૦.૩૦ વધીને રૂ.૨૪૦૨.૮૦, કેમ્સ રૂ.૧૪૯.૮૦ વધીને રૂ.૪૬૦૬.૯૦ રહ્યા હતા.

FPIs/FIIની રૂ.૪૦૪ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૧૦૨૩ કરોડની ચોખ્ખી ખરીદી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝની આજે સોમવારે કેશમાં શેરોમાં રૂ.૪૦૪.૪૨ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૨,૦૯૪.૮૯ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૧,૬૦૯.૪૭ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૧૦૨૨.૬૪કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૧,૬૬૬,૩૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૦,૬૪૩.૭૨ કરોડની વેચવાલી થઈ હતી.

સ્મોલ, મિડ કેપ શેરોમાં ઉછાળે ઘણા શેરોમાં વેચવાલી : ૨૩૮૨ શેરો પોઝિટીવ, ૧૭૩૧ શેરો નેગેટીવ બંધસ્મોલ, મિડ કેપ શેરોમાં આજે  સિલેક્ટિવ આકર્ષણ રહ્યા સાથે એ ગુ્રપના શેરોમાં આકર્ષણ રહેતાં માર્કેટબ્રેડથ એકંદર પોઝિટીવ રહી હતી. પરંતુ ઘણા શેરોમાં ઉછાળે વેચવાલી રહેતાં ઘટનાર શેરોની સંખ્યા વધી હતી. બીએસઈમાં આજે કુલ ટ્રેડીંગ થયેલી ૪૨૩૩ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૩૮૨ અને ઘટનારની સંખ્યા ૧૭૩૧ રહી હતી.

રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૪.૩૨ લાખ કરોડ વધીને રૂ.૪૭૬.૦૩ લાખ કરોડની નવી ટોચે

સેન્સેક્સ, નિફટીની આજે અવિરત વિક્રમી તેજીની દોટ સાથે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપના પસંદગીના શેરોમાં લેવાલી રહેતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન પણ એક દિવસમાં રૂ.૪.૩૨  લાખ કરોડ વધીને રૂ.૪૭૬.૦૩ લાખ કરોડની નવી ઐતિહાસિક  ઊંચાઈએ પહોંચ્યું હતું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *