SEBI Chief Madhabi Buch આપશે રાજીનામું?નવા ચેરપર્સનની યાદીમાં કોનું નામ સૌથી આગળ

Share:

Mumbai,તા,03

 ઈક્વિટી માર્કેટ રેગ્યુલેટર સેબીના ચીફ માધબી પુરી બુચ 5 ઓક્ટોબરના રોજ રાજીનામું આપશે તેવી અટકળો બજારમાં વહેતી થઈ છે. માધબીના સ્થાને એસબીઆઈના પૂર્વ ચેરમેન દિનેશ કુમાર ખારાને ચીફ તરીકે કાર્યભાર સોંપાય તેવી માહિતી સુત્રો તરફથી મળી રહી છે.

હિન્ડનબર્ગના આરોપો બાદ માર્કેટ રેગ્યુલેટર સેબીના વડા માધબી પુરી બુચ સતત વિવાદોમાં રહી છે. તેમના પર એક પછી એક આરોપોનો વરસાદ થઈ રહ્યો છે. જો કે, અત્યારસુધી સેબીએ તમામ આરોપો મુદ્દે સ્પષ્ટતા આપતાં પાયાવિહોણા દર્શાવ્યા છે. હિન્ડનબર્ગની શરૂઆતથી માંડી આઈસીઆઈસીઆઈ બેન્કનો પગાર લેવા અને કર્મચારીઓને ટોક્સિક વર્ક કલ્ચર આપી રહી હોવાના ગંભીર આરોપો લાગ્યા છે. કોંગ્રેસ સહિત કર્મચારીઓ સતત સેબીના વડા પદેથી રાજીનામુ લેવાની માગ કરી રહ્યા છે.

કોણ છે દિનેશ કુમાર ખારા

દિનેશ કુમાર ખારાએ કારકિર્દીની શરૂઆત બેન્કર તરીકે કરી હતી. દેશની ટોચની સરકારી બેન્ક એસબીઆઈમાં 7 ઓક્ટોબર, 2020થી 28 ઓગસ્ટ, 2024 સુધી ચેરમેન તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. હાલમાં જ રિટાયર થયેલા ખારાને સેબીના ચીફ તરીકે નિમણૂક કરી શકે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *