SEBI ના ભૂતપૂર્વ ચેરમેન માધવી પુરી બુચને રાહત, એફઆઇઆર નોંધવાના ખાસ કોટર્ના આદેશ પર રોક

Share:

Mumbai,તા.૪

શેરબજાર છેતરપિંડીના કેસમાં સેબીના ભૂતપૂર્વ અધ્યક્ષ માધવી પુરી બુચ અને અન્ય લોકો સામે એફઆઈઆર નોંધવાના ખાસ કોટર્ના આદેશ પર બોમ્બે હાઈકોર્ટે સ્ટે મૂક્યો હતો. હકીકતમાં, સેબીના ભૂતપૂર્વ વડા બુચ અને અન્ય પાંચ લોકોએ બોમ્બે હાઈકોટર્માં શેરબજારમાં છેતરપિંડી બદલ તેમની સામે એફઆઈઆર નોંધવાના આદેશને રદ કરવાની માંગ કરી હતી. હાઈકોર્ટે કહ્યું હતું કે તે ૪ માર્ચે અરજીઓ પર સુનાવણી કરશે. એસીબીને ત્યાં સુધી ખાસ કોટર્ના આદેશ પર કોઈ કાયર્વાહી ન કરવા કહેવામાં આવ્યું હતું.

અગાઉ, મુંબઈની એક ખાસ કોર્ટે ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોને સેબીના ભૂતપૂર્વ અધ્યક્ષ માધવી પુરી બુચ અને અન્ય પાંચ અધિકારીઓ સામે શેરબજારમાં કથિત છેતરપિંડી અને નિયમનકારી ઉલ્લંઘન બદલ એફઆઇઆર નોંધવાનો નિર્દેશ આપ્યો હતો.

શનિવારે પસાર કરાયેલા એક આદેશમાં, મુંબઈ સ્થિત સ્પેશિયલ એસીબી કોટર્ના ન્યાયાધીશ શશિકાંત એકનાથરાવ બાંગરે કહ્યું હતું કે પ્રથમ દ્રષ્ટિએ નિયમનકારી ભૂલો અને મિલીભગતના પુરાવા છે, જેના માટે નિષ્પક્ષ તપાસની જરૂર છે. કોર્ટે કહ્યું હતું કે તે તપાસ પર નજર રાખશે. કોર્ટને ૩૦ દિવસની અંદર આ કેસમાં સ્ટેટસ રિપોર્ટ રજૂ કરવા કહેવામાં આવ્યું હતું. કોર્ટે આદેશમાં એમ પણ કહ્યું હતું કે આરોપો એક કોગ્નિઝેબલ ગુનો જાહેર કરે છે, જેના માટે તપાસ જરૂરી છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે કાયદા અમલીકરણ એજન્સીઓ અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી) ની નિષ્ક્રિયતાને કારણે સીઆરપીસી (ક્રિમિનલ પ્રોસિજર કોડ) ની જોગવાઈઓ હેઠળ ન્યાયિક હસ્તક્ષેપની જરૂર પડી.

માધબી બુચ ઉપરાંત, કોર્ટે જેમની સામે એફઆઇઆર દાખલ કરવાનો આદેશ આપ્યો છે તેમાં બીએસઇના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુંદરરામન રામામૂર્તિ, તેના તત્કાલીન ચેરમેન અને જાહેર હિત ડિરેક્ટર પ્રમોદ અગ્રવાલ અને સેબીના ત્રણ પૂર્ણ-સમયના સભ્યો – અશ્વની ભાટિયા, અનંત નારાયણ જી અને કમલેશ ચંદ્ર વાર્ષ્ણેનો સમાવેશ થાય છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *