Rajkot, તા.1
આજે સવારે પણ રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. નલિયામાં આજે સવારે 8.7 ડીગ્રી, તથા રાજકોટમાં અને પોરબંદરમાં 13.3 ડીગ્રી, વેરાવળમાં 17.5, અમદાવાદમાં 15.7, અમરેલીમાં 14, વડોદરામાં 17.6, ભાવનગરમાં 15.7, ભુજમાં 14.8, દમણમાં 16.6, ડિસામાં 12.4, દિવમાં 16, દ્વારકામાં 20.2, ગાંધીનગરમાં 14.2, કંડલામાં 14.4 તથા ઓખામાં 20.4 અને સુરતમાં 18.2 ડીગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.
જયારે જામનગર શહેરમાં આજે સતત બીજા દિવસે પણ લઘુતમ તાપમાનનો પારો 13.5 ડીગ્રી અને મહતમ તાપમાન 27.2 ડીગ્રી રહ્યું હતું. જયારે શહેરમાં છેલ્લા 24 કલાકમાં પવનની ગતિમાં પ્રતિકલાકમાં 2 કિ.મી.ના ઘટાડા સાથે 3.1 કિ.મી. ઝડપ નોંધાઈ હતી.
તો વાતાવરણમાં ભેજનું પ્રમાણ 87 ટકા રહેતા ગત મોડી રાત્રીથી વહેલી સવાર સુધી ધુમ્મસ છવાઈ ગઈ હતી. ગત સાંજથી ઠંડીનો ચમકારો લોકોને થતા ફરી ગરમ વસ્ત્રોમાં લપેટાયા હતા.