૧૮ વર્ષ બાદ India માં દેખાશે શનિ નું ચંદ્રગ્રહણ

Share:

ભારતમાં ૨૪-૨૫ જુલાઈની મધ્ય રાતે શનિ ચંદ્રમાની પાછળ છુપાઈ જશે અને ચંદ્રમાની પાછળથી શનિ ઝાંખો જોવા મળશે

New Delhi, તા.૨૩

હંમેશા વાદળોની વચ્ચે છુપાઈ જતો ચંદ્ર પોતાની ઓથમાં શનિને છુપાવા જઈ રહ્યો છે. ૧૮ વર્ષ બાદ ભારતમાં આ દુર્લભ ખગોળીય નજારો જોવા મળશે. ભારતમાં ૨૪-૨૫ જુલાઈની મધ્ય રાતે આ નજારો જોવા મળશે. આ સમયે શનિ ચંદ્રમાની પાછળ છુપાઈ જશે અને ચંદ્રમાની પાછળથી શનિ ઝાંખો જોવા મળશે. દુનિયાભરના અંતરિક્ષશાસ્ત્રીઓ તેના અભ્યાસની તૈયારીઓ કરી રહ્યા છે. આ ઘટનાને શનિનું ચંદ્રગ્રહણ નામ આપવામાં આવ્યું છે.૨૪ જુલાઈની રાતે ૧.૩૦ વાગ્યા બાદ આકાશમાં આ દ્રશ્ય જોવા મળશે. રાતે ૧.૪૪ વાગ્યે ચંદ્રમા શનિ ગ્રહને પોતાની પાછળ સંપૂર્ણ રીતે છુપાવી લેશે. ૨.૨૫ વાગ્યે શનિ ગ્રહ ચંદ્રમાની પાછળથી નીકળતો જોવા મળશે.આ નજારો ભારત ઉપરાંત અલગ અલગ સમયે શ્રીલંકા, મ્યાંમાર, ચીન અને જાપાનમાં પણ જોઈ શકાશે. શનિના ચંદ્રગ્રહણની ઘટનાને લૂનપ ઓકલ્ટેશન ઓફ સેટર્નનું નામ આપવામાં આવ્યું છે. પોતાની ગતિથી ચાલી રહેલા બંને ગ્રહો જ્યારે રસ્તો બદલે છે તો શનિ ચંદ્રમાની પાછળથી ઉગતો હોય તેવું દ્રશ્ય જોવા મળશે. સૌથી પહેલા શનિના તરંગો જોવા મળે છે. આ ખગોળીય ઘટના જોવા માટે ખગોળશાસ્ત્રીઓ ઉત્સુક છે.

વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આ નજારાને નરીઆંખે જોઈ શકાશે. શનિને જોવા માટે દુરબીનનો ઉપયોગ કરવો પડશે. અંતરિક્ષજિજ્ઞાસુઓ માટે ખુશખબરી એ છે કે ત્રણ મહિના બાદ આ નજારો ફરી વખત ભારતમાં જોવા મળશે. જો વાદળને કારણે જુલાઈમાં આ નજારો નહીં જોવા મળે તો ૧૪ ઓક્ટોબર સુધી રાહ જોવી પડશે. ૧૪ ઓક્ટોબરની રાતે ફરી વખત શનિનું ચંદ્રગ્રહણ આકાશમાં સ્પષ્ટ જોઈ શકાશે

Leave a comment

Your email address will not be published. Required fields are marked *