ફ્લાઇટમાં Sara Ali Khan ને આવ્યો ગુસ્સો ?

Share:

સારા અલી ખાનનો એક વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે

Mumbai, તા.૨૭

સારા અલી ખાનનો એક વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. સારા આ વીડિયોમાં ખૂબ જ ગુસ્સામાં જોવા મળી રહી છે. સામાન્ય રીતે સારા શાંત અને હસતી જોવા મળે છે, પરંતુ સારા અલી ખાન તેના આ વીડિયોમાં ભારે ગુસ્સામાં જોવા મળી હોય તેવું લાગી રહ્યું છે.વીડિયોમાં સારા એક ફ્લાઈટમાં જોવા મળી રહી છે અને એરલાઈન સ્ટાફ તેની આસપાસ જોવા મળી રહ્યો છે. વિડીયોમાં સારા ગુલાબી રંગના પોશાક, વાંકડિયા વાળ અને મોટા હૂપ્સમાં જોવા મળે છે અને સ્પષ્ટ રીતે ગુસ્સામાં દેખાય છે. તે એર હોસ્ટેસ સામે ગુસ્સાથી તાકી રહી હતીસારાનો આ વિડિયો જોયા પછી બધા એ જાણવા માંગે છે કે એવું શું થયું કે સારાને આટલો ગુસ્સો આવ્યો અને તે એર હોસ્ટેસને આ રીતે જોઈ રહી. વાસ્તવમાં ફ્લાઈટમાં એર હોસ્ટેસથી ભૂલમાં સારાના કપડા પર જ્યુસ ઢોળાઈ ગયુ, જેના કારણે અભિનેત્રી ગુસ્સે થઈ ગઈ. સારાની પ્રતિક્રિયાથી સ્પષ્ટ છે કે તે એર હોસ્ટેસની આ ભૂલથી ખૂબ ગુસ્સે છે. સારા એ એર હોસ્ટેસ તરફ જોવે છે, ઉભી થાય છે અને વોશરૂમ જતી રહે છે.સેલિબ્રિટી પાપારાઝી એકાઉન્ટ વોમ્પાલાએ સારા અલી ખાનનો આ વીડિયો શેર કર્યો છે. આ જોયા બાદ અભિનેત્રીના ચાહકોમાં એ જાણવાની ઉત્સુકતા વધી ગઈ છે કે એવું તો શું થયું જેનાથી સારા ગુસ્સે થઈ ગઈ. તે જ સમયે, કેટલાક એવું પણ કહે છે કે તે સાચું છે કે નહીં, આ ઘટના કોઈ કમર્શિયલ એડ અથવા ફિલ્મના શૂટિંગનો ભાગ છે. સૈફ અલી ખાન અને અમૃતા સિંહની લાડલીના આ વાયરલ વીડિયો પર ઘણા યુઝર્સે પ્રતિક્રિયા આપી છે અને જાણવાની ઈચ્છા વ્યક્ત કરી છે કે સારા આટલી ગુસ્સામાં કેમ દેખાઈ રહી છે.સારાના વર્ક ળન્ટ વિશે વાત કરીએ તો, સારા અલી ખાન એ ‘એ વતન મેરે વતન’માં તેના જબરદસ્ત અભિનય માટે પણ ઘણી પ્રશંસા મેળવી રહી છે. આઝાદી પૂર્વેના યુગમાં બનેલી ફિલ્મમાં સારાએ બોમ્બેમાં કોલેજની વિદ્યાર્થીની ઉષાનું પાત્ર ભજવ્યું છે જે એક ભૂમિગત રેડિયો સ્ટેશન સ્થાપીને અને ભારત છોડો ચળવળને ટેકો આપીને ભારતની સ્વતંત્રતાની લડાઈમાં મુખ્ય ભૂમિકા ભજવે છે.

 

Leave a comment

Your email address will not be published. Required fields are marked *