બેન્કને ચેકની રકમનું વાર્ષિક 14.80 ટકા વ્યાજ અને કમ્પાઉન્ડિંગ ચાર્જ સાથે ભરપાઇ ન કરે તો 1 વર્ષની સજા
Rajkot,
બેંક દ્વારા મંજૂર થયેલી કેસ ક્રેડિટમાંથી લીધેલી લાખોની વધુ એક લોન ભરપાઈ કરવાનો ચેક રિટર્ન થવાના કેસમાં રાજમોતી ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારો સમીર શાહ અને શ્યામ શાહને અદાલતે 14.80 % વ્યાજ સાથે લોન ભરપાઈ કરી દેવા અને વ્યાજ તેમ જ ખર્ચના રૂપિયા 9 લાખ ત્રણ માસના ભરપાઈ ન કરે તો એક વર્ષની જેલસજા અને રૂપિયા 10 હજાર દંડ ન ચુકવે તો વધુ ત્રણ માસની કેદનો હુકમ કર્યો છે.
આ કેસની હકીકત મુજબ, રાજમોતી ઈન્ડસ્ટ્રીઝ ના નામથી ચાલતી ભાગીદારી પેઢીના ભાગીદારો સમી૨ મધુકાંતભાઈ શાહ તથા શ્યામ મધુકાંતભાઈ શાહને તેમની ભાગીદારી પેઢીના વિકાસ માટે નાણાકીય સવલતોની જરૂરિયાત હોય કોનસોર્ટિયમ ફાઇનાન્સ અંડરલીડ બેંક યુનિયન બેંક ઓફ ઇન્ડિયાની સભ્ય બેંક ઓફ ઇન્ડીયા, પરાબજાર શાખામાંથી સી.સી. વ્યવહાર હેઠળ લોન મળવા વિનંતી કરતાં રાજમોતી ઇન્ડસ્ટ્રીઝની રૂ।.૨૧.૨૫ કરોડની સી.સી. મંજૂર કરવામાં આવી હતી. દરમિયાન રાજમોતી ઇન્ડસ્ટ્રીઝનું લોન ખાતું એન.પી.એ. થતાં બેંક ઓફ ઈન્ડિયાએ શ્રી રાજમોતી ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારો પાસે બેંકની લેણી રકમ તેમજ ઓવર ડ્યુ રકમની માંગણી ક૨તાં સમીર મધુકાંતભાઈ શાહ અને શ્યામ મધુકાંતભાઇ શાહે બેંક ઓફ ઈન્ડિયાને રૂા. ૮૦ લાખનો ચેક આપેલ. જે ચેક બેંક ઓફ ઇન્ડિયાએ શ્રી રાજમોતી ઇન્ડસ્ટ્રીઝના લોન ખાતામાં રજૂ ક૨તાં વગ૨ વસુલાતે પ૨ત ફ૨તાં બેંક ઓફ ઇન્ડિયાએ રાજકોટ ચીફ જયુ. મેજિ.ની કોર્ટમાં એન.આઈ. એકટની કલમ-૧૩૮ હેઠળ શ્રી રાજમોતી ઇન્ડસ્ટ્રીઝના નામથી ચાલતી ભાગીદારી પેઢી તેમજ તેમના ભાગીદારો સામે કેસ દાખલ કર્યો હતો. જે કેસ ચાલવા ઉપર આવતા ફરિયાદી બેંક વતી રજુ ક૨વામાં આવેલ પુરાવાઓ તેમજ બેંકના વકીલની દલીલો ધ્યાને લઈ રાજમોતી ઇન્ડસ્ટ્રીઝના ભાગીદારો સમીર મધુકાંતભાઈ શાહ તથા શ્યામ મધુકાંતભાઈ શાહને એન.આઈ. એકટની કલમ-૧૩૮ના ગુન્હા હેઠળ તકસીરવાર ઠ૨ાવી બંનેને ચેકની રકમના તેમણે નિર્ધારીત કરેલ ૧૪.૮૦ ટકા પ્રમાણે ૨કમ ભ૨પાઇ કરવા એટલે કે ફરીયાદ થયાથી રકમ ભરાયાના કુલ-૬ માસનું વ્યાજ આશરે રૂ. ૬ લાખ તથા ખર્ચ પેટે રૂા. ૩ લાખ મળી કુલ રૂા. ૯ લાખ પુરા હુકમની તારીખથી દિવસ-૬૦માં કમ્પાઉન્ડિંગ ચાર્જના વળતર પેટે ફરીયાદી સંસ્થાને ચુકવી આપવાનો તેમજ રૂા. ૨ લાખ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, રાજકોટ ખાતે જમા કરાવવાનો હુકમ કર્યો છે તેમજ વધુમાં ૬૦ દિવસમાં કમ્પાઉન્ડીંગ સહિતની ૨કમ ચુકવે નહી તો આરોપીને એક વર્ષની સાદી કેદની સજા અને રૂા. 10 હજારનો દંડ નો હુકમ કરેલ છે અને દંડ ન ચુકવવા બદલ વધુ ત્રણ મહિનાની સાદી કેદની સજાનો હુકમ કર્યો છે. અત્રે યાદ રહે આ પહેલા બેન્ક ઓફ ઇન્ડિયા ના રૂપિયા 65 લાખનો ચેક રિટર્ન ના કેસમાં આ બંને ભાઈઓને દોઢ-દોઢ વર્ષની સજા અને વળતરનો હુકમ થયો હતો. સદરહુ કેસમાં બેંક વતી વકીલ તરીકે તરૂણ એસ. કોઠારી, રાજ ટી. કોઠારી તેમજ અજય જે. વસોયા રોકાયા હતાં.