Sambhal બાદ હવે વારાણસીમાં જગ્યાએ મળ્યું ૨૫૦ વર્ષ જૂનું શિવમંદિર

Share:

સનાતન રક્ષક દળે આ મંદિર ખોલવા અને ત્યાં પૂજા કરાવવા માટે પોલીસને અરજી આપી છે

Varanasi,તા.૧૭

વારાણસીના મુસ્લિમ બહુમતીવાળા વિસ્તારમાં સંભલ જેવું જ એક મંદિર મળ્યું હતું, જેના પછી આ વિસ્તારમાં હંગામો વધી ગયો હતો.  સનાતન રક્ષક દળે આ મંદિર ખોલવા અને ત્યાં પૂજા કરાવવા માટે પોલીસને અરજી આપી છે.

તેની માલિકી અંગે મંદિરની બાજુમાં આવેલા ઘરના મુસ્લિમ માલિકે દાવો કર્યો છે કે તે તેની મિલકત છે અને તેના પિતાએ તેને વર્ષ ૧૯૩૧માં ખરીદ્યું હતું. આ મુસ્લિમ પરિવારે એમ પણ કહ્યું કે જો કોઈ અહીં આવીને કોઈ નાટક કર્યા વિના મંદિરમાં પૂજા કરવા ઈચ્છે તો તેઓ તેનું સ્વાગત કરે છે.

જાણવા મળ્યા મુજબ, વારાણસીના દશાશ્વમેધ પોલીસ સ્ટેશન વિસ્તારના મદનપુરા વિસ્તારમાં ગોલ ચબૂતરા પાસે મુસ્લિમોના ઘરની બાજુમાં એક મંદિર છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે અને લગભગ અઢીસો વર્ષ જૂનું છે. પરંતુ છેલ્લા કેટલાક દાયકાઓથી તે બંધ છે.

આ દાવા અંગે સનાતન રક્ષક દળ દ્વારા પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપવામાં આવી હતી, જે બાદ પોલીસ પ્રશાસન એક્શનમાં આવ્યું હતું અને મંદિરની બહાર સુરક્ષા વ્યવસ્થા વધારી દીધી હતી. તેમણે કહ્યું કે મંદિર અને તેની આસપાસની જમીન મુસ્લિમ પરિવાર દ્વારા કબજે કરવામાં આવી છે. તેઓએ તેને તાળું મારીને રાખ્યું છે જેથી ત્યાં પૂજા ન થઈ શકે.જોકે, મંદિરની બાજુમાં આવેલા ઘરોના મુસ્લિમ માલિકો આ વાત સાથે બિલકુલ સહમત નથી. તેમણે જણાવ્યું કે ૧૯૩૧માં તેમના પિતાએ આ પ્રોપર્ટી ખરીદી હતી જેમાં તેમનું ઘર અને મંદિર સામેલ હતું. એટલું જ નહીં, મુસ્લિમ પરિવાર સમયાંતરે મંદિરનું સમારકામ, સફાઈ અને રંગકામ કરાવે છે.  મંદિરમાં પૂજા કરવા આવનારને પણ માલિકે આવકારતા કહ્યું કે જો કોઈ પણ શ્રદ્ધાળુ અહીં આવીને પોતાની આસ્થા વ્યક્ત કરે તો તેમને કોઈ પ્રકારની સમસ્યા નથી.મંદિરની માલિકીનો દાવો કરનારા મુસ્લિમ પરિવારના મોહમ્મદ ઝાકીનું કહેવું છે કે તેમના પિતાએ આ મિલકત ૧૯૩૧માં લીધી હતી. આ મિલકતમાં સ્થિત મંદિર મોટાભાગે બંધ રહે છે. એક વખત મંદિરને ઉધઈના કારણે નુકસાન થયું હતું. જ્યારે પોલીસ સ્ટેશનમાં માહિતી આપવામાં આવી ત્યારે પોલીસે કહ્યું કે તમે તેને રિપેર કરાવી લો કારણ કે તે તમારા જ ઘરમાં છે. તે સમયે અમે અંદર જોયું તો ત્યાં માત્ર એક ઓરડો હતો અને બીજું કંઈ જ મળ્યું ન હતું. રીપેરીંગ બાદ તેને ફરીથી તાળું મારી દેવામાં આવ્યું હતું.

મુસ્લિમ પરિવારે જણાવ્યું કે અહીં તેમના પિતા અને કાકા સહિત કુલ ચાર પરિવાર રહે છે. કુલ મળીને લગભગ ૨૪-૨૫ લોકો હશે. દસ્તાવેજો અંગે તેણે જણાવ્યું કે તેના મોટા કાકા બહાર રહે છે, ઘર અને મંદિરના દસ્તાવેજો ક્યાં છે તે માત્ર તેઓ જ કહી શકે છે. પરંતુ મંદિરને બંધ કરીને કબજે કરવામાં આવ્યું હોવાનો દાવો કરવો એ બધું ખોટું છે. અમે આ મંદિરના માલિક પણ છીએ. કબજો કરીને શું કરીશું, આપણે થોડી પૂજા કરવાની નથી.તેમણે વધુમાં કહ્યું કે આપણી આસપાસ હિન્દુઓની વસ્તી છે અને તમામ લોકો સાથે રહે છે. સાડી બજાર હોય તો હિન્દુ ગ્રાહકો પણ આવે છે. બનારસમાં રોડ પહોળા કરવા દરમિયાન ઘણા મંદિરો તોડી પાડવામાં આવ્યા, પરંતુ કોઈએ કંઈ કહ્યું નહીં. શ્રદ્ધા હોય તો અહીં આવીને પૂજા કરો, શું વાંધો છે?  જેઓ આસ્થા ધરાવે છે તેઓ આવીને પ્રાર્થના કરી શકે છે, અમારી તરફથી કોઈ પ્રતિબંધ નથી.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *