Mumbai,તા.18
સલમાન ખાનની આગામી ફિલ્મ ‘સિકંદર’નું શૂટિંગ પુરૂં થઈ ગયું છે. આ ફિલ્મમાં સલમાન નવા લુકમાં જોવા મળશે અને ફેન્સ તેના આ નવા લુકને લઈને બહુ ઉત્સાહિત છે. હાલમાં સલમાને મુંબઈમાં ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કર્યુ છે. આ ફિલ્મ ઈદ પર રિલીઝ થવાની છે.
આ શૂટિંગ બાદ સલમાન ખાને પોતાના લુકમાં મોટો બદલાવ કર્યો અને પોતાની દાઢી હટાવી લીધી જે તેણે ફિલ્મના પાત્ર માટે વધારી હતી. હવે સલમાનની કલીન શેવ તસવીરો સોશ્યલ મીડિયા પર વાઈરલ થઈ રહી છે.