Mumbai,તા,18
બિશ્નોઈ સમાજના અધ્યક્ષ દેવેન્દ્ર બુડિયાએ નિવેદન જાહેર કર્યું છે. લોરેન્સ બિશ્નોઈ વિશે વાત કરતાં તેમણે જણાવ્યું કે ‘તેમને બિશ્નોઈ સમાજથી કાઢી મૂકવામાં આવ્યા નથી. તેઓ બિશ્નોઈ હતા, છે અને રહેશે.’ આ સિવાય તેમણે સલમાન ખાનનો પણ ઉલ્લેખ કર્યો છે.
સલમાન ખાન વિશે વાત કરતાં બિશ્નોઈ સમાજના અધ્યક્ષ દેવેન્દ્ર બુડિયાએ કહ્યું કે ‘સલમાન ખાન દોષી છે જ્યારે લોરેન્સ બિશ્નોઈ માત્ર આરોપી છે. સલમાન ખાન બિશ્નોઈ સમાજના પાક્કા દોષી છે. સલમાન ખાને સમાજની માફી માગવી જોઈએ. જો એક વ્યક્તિ સમગ્ર સમાજની માફી માગે છે તો તે નાનો થઈ જતો નથી. લગભગ 24 વર્ષ પહેલા સલમાન દ્વારા કરવામાં આવેલી બ્લેકબકની હત્યાનું દર્દ આજે પણ અમારા દિલમાં છે.’
આ અમારો સિદ્ધાંત છેઃ દેવેન્દ્ર બુડિયા
દેવેન્દ્ર બુડિયાએ કહ્યું હતું કે, ‘અમારો એક મોટો સિદ્ધાંત છે, જે ગુરુ જંભેશ્વેરજી દ્વારા આપવામાં આવ્યો છે. અમારો આ સિદ્ધાંત છે કે જો કોઈ સાચા મનથી માફી માંગે તો તેમને માફ કરી શકાય છે. જો સલમાન ખાન તેમની ભૂલ સ્વીકારે છે, તો બિશ્નોઈ સમાજ તેમને માફ કરી શકે છે.’