Salman and Aamir ફરી કોઈ પ્રોજેક્ટ સાથે કરે તેવી ચર્ચા

Share:

આમિરની કંપનીએ સોશિયલ મીડિયા પર સંકેત આપ્યો

Mumbai,તા.23

આમિર ખાન અને સલમાન ખાન બંને સાથે કોઈ પ્રોજેક્ટમાં કામ કરે તેવી ચર્ચા શરુ થઈ છે. આમિરની પ્રોડક્શન કંપનીએ સલમાનની એક જૂની પોસ્ટના જવાબમાં આ સંકેત આપ્યો છે. સલમાને ૨૦૧૦માં એક  પોસ્ટમાં લખ્યું હતું કે એ ફિલ્મ પછી મેં આમિરને  મને સ્પર્શ કરવા દીધો નથી. તે મને સોનામાં ફેરવી નાખે તો..હવે આમિરની પ્રોડક્શન કંપનીએ આટલાં વર્ષે આ પોસ્ટનો જવાબ આપ્યો છે કે અમે આ બાબતે વિચારી રહ્યા છીએ. આ સોશિયલ મીડિયા સંવાદ પરથી એવી અટકળો શરુ થઈ છે કે બંને અભિનેતા ફરી કોઈ પ્રોજેક્ટમાં સાથે આવી શકે છે.

આમિર અને સલમાને છેલ્લે ‘અંદાજ અપના અપના’માં કામ કર્યું હતું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *