સુન્ની મુસ્લિમ હોવા છતાં તબગીલી જમાતમાં જતાં હોવાની આશંકાએ સગાએ હુમલો કર્યો
Rajkot,તા.22
શહેરના સોરઠીયાવાડી સર્કલ નજીક કપડાના સેલ્સમેન લર કૌટુંબિક સગા સહીત ત્રણ શખ્સોએ છરી વડે હુમલો કર્યાનો બનાવ સામે આવ્યો છે. સુન્ની મુસ્લિમ હોવા છતાં તમે તબગીલી જમાતમાં જાવ છો તે બાબતે છ માસથી ચાલતા ડખ્ખા બાદ સેલ્સમેન યુવકને છરી ઝીંકી દેવાઈ હતી. મામલામાં ભક્તિનગર પોલીસમાં ત્રણ શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે. મામલામાં ભગવતીપરાના નંદનવન સોસાયટીમાં રહેતા અને સેલ્સમેન તરીકે નોકરી કરતા ફુરકાન હુસેનભાઈ તાઈ (ઉ.વ.૩૦)એ ભક્તિનગર પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, હું ગુંદાવાડી બજારમાં વેપારીને કપડા બતાવીને કેવડાવાડી મેઇન રોડ થઇ સોરઠીયા સર્કલ તરફ જતો હતો, ડબલ સવારી મોટરસાયકલમાં અમારા કુટુંબી સગા મહંમદ અબ્દુલભાઇ તાઈ તથા મોઈન યાસીનભાઇ તાઈ આવેલ હતો મહંમદએ મને છરીનો ઘા મારતા મને ડાબા હાથના બાવડા ઉપર વાગેલ હતું. જેથી હું નીચે પડી ગયો હતો.
વધુમાં ફરિયાદી આ બનાવ બનવાનું કારણ જણાવતા કહ્યું હતું કે, અમો સુન્ની મુસ્લીમ ધર્મ પાળીએ છીએ અને અમારા કુટુંબી સગાને એમ છે કે, અમો તબલીગી જમાતમાં છીએ જે બાબતે અમારે અમારા કુટુંબી સગા સાથે છેલ્લા છ મહિનાથી બોલાચાલી થતી હોય જેથી તેનો ખાર રાખી હુમલો કરવામાં આવ્યો હતો.