Salangarpur: મોરના શણગારથી મહાબલી બન્યા મનમોહક

Share:

Botad,તા.04

સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામમાં કષ્ટભંજનદેવ હનુમાનજીને શનિવારે (ચોથી જાન્યુઆરી) રંગબેરંગી સેવંતીના મિક્સ ફુલોથી મોરનો દિવ્ય શણગાર કર્યો છે. આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી અને સવારે 7:00 કલાકે શણગાર પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. 

સાળંગરપુર: મોરના શણગારથી મહાબલી બન્યા મનમોહક, દર્શન કરી દાદાના ભક્તો થયા મોહિત 2 - image

કષ્ટભંજનદેવ હનુમાનજીના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, ‘રંગબેરંગી સેવંતીના ફુલો વડે મોરનો દિવ્ય  શણગાર કરાયો છે. દાદાને સિલ્કના વાઘા મયૂરપંખની ડિઝાઈનના ધરાવવામાં આવ્યા છે. દાદાને હીરાજડિત મુગટ ધરાવવામાં આવ્યો છે.’

શનિવારે મોટી સંખ્યામાં હરિભક્તોએ દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો. સાથોસાથ મંદિરની યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

સાળંગરપુર: મોરના શણગારથી મહાબલી બન્યા મનમોહક, દર્શન કરી દાદાના ભક્તો થયા મોહિત 4 - image

પવિત્ર ધનુર્માસ નિમિત્તે કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર આયોજીત સાળંગપુરધામમાં પારિવારિક શાંતિ માટે મંદિરમાં યજ્ઞશાળામાં હનુમાન ચાલીસા યજ્ઞનું આયોજન કરાયું છે. આ યજ્ઞ 14મી જાન્યુઆરી 2024 સુધી ચાલશે. યજ્ઞશાળામાં હનુમાન ચાલીસા યજ્ઞ સવારે 7 થી 12 અને સાંજે 3 થી 6 કલાક દરમિયાન પવિત્ર ભૂદેવો વડે પૂજન-અર્ચન-આરતી કરવામાં આવી રહ્યા છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *