રેસ ફોરમાં Saif Ali Khan નું પુનરાગમન, દિગ્દર્શક બદલાશે

Share:

ચોથા ભાગનું ટાઈટલ રેસ રી બૂટ  હશે

મોતની પોસ્ટ વાયરલ થતાં ખુલાસો

Mumbai,તા.23

રેસ’ ફ્રેન્ચાઈઝીના ચોથા ભાગમાં સૈફ અલી ખાનનું પુનરાગમ થયું છે. જોકે, દિગ્દર્શક તરીકે અબ્બાસ મસ્તાન નહિ હોય તેવું પણ નક્કી મનાય છે.

‘રેસ’ના પહેલા બંને ભાગમાં સૈફ અલી ખાન હતો. જોકે, ત્રીજા ભાગમાં સલમાન ખાનને લેવામાં આવ્યો હતો. અલબત્ત ‘રેસ થ્રી’ ફલોપ ગઈ હતી.

ઘણા સમયથી ‘રેસ ફોર’ની  શક્યતા ચર્ચાય છે. હવે એવા અહેવાલો આવ્યા છે કે નિર્માતા રમેશ તૌરાણીે સૈફને ફરી આ ફ્રેન્ચાઈઝીમાં લાવવાનું નક્કી કર્યું છે.

જોકે, ‘રેસ’ના  મૂળ દિગ્દર્શકો અબ્બાસ મસ્તાનને બદલે કોઈ નવા દિગ્દર્શકને સુકાન સોંપાશે.

આ ચોથા ભાગનું ટાઈટલ ‘રેસ રી બૂટ ‘ હોઈ શકે છે. તેનું શૂટિંગ આગામી વર્ષે શરુ થશે. હાલ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી  રહ્યું છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *