ક્રૂડ ભરીને વાડિનાર આવતા રશિયન જહાજને ‘No-Entry’

Share:

New Delhi, તા. 29
ભારતીય બંદર સત્તાવાળાઓ ગુજરાત તરફ આવી રહેલા રશિયાના જહાજ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરી છે. સૂત્રોના જણાવ્યા મુજબ જહાજમાં 8 લાખ બેરલ હતા, રશિયન જહાજે નિયમો તોડતા ભારતે જહાજને પરત મોકલી દીધું છે.

રશિયન જહાજ ભારત સ્થિત ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશનને 8,00,000 બેરલની સપ્લાય કરવા આવ્યું હતું, જોકે અપૂરતા દસ્તાવેજોના કારણે ક્રૂડ ઓઈલ ભરેલા જૂના ટેન્કરો ગુજરાતના બંદરે એન્ટ્રી કરે તે પહેલા જ જહાજને અટકાવી દેવાયું છે. સામાન્ય રીતે આવી ઘટના બનતી નથી, ક્રૂડ ઓઈલ લાવનારા જહાજો સામે કડક તપાસ શરૂ કરાઈ હોવાના સંકેત મળી રહ્યા છે.

ભારત સૌથી વધુ રશિયા પાસેથી ક્રૂડ ઓઈલની ખરીદી કરે છે. તેની રશિયાના દરિયાથી ભારતમાં સપ્લાય કરવામાં આવે છે. ભારતે વર્ષ 2024માં કરેલા ક્રૂડ ઓઈલના આયાતમાંથી સૌથી વધુ રશિયાનો 35 ટકા હિસ્સો હતો. વિશ્વભરમાં ભારત જ સૌથી વધુ ક્રૂડ ઓઈલની આયાત અને નિકાસ કરે છે.

શિપિંગ ડેટા મુજબ, રશિયન ક્રૂડ ઓઈલ કંપની લુકોઈલે ઉત્તર રશિયાના મરમંસ્ક બંદરથી લગભગ 1,00,000 મેટ્રીક ટન (લગભગ 8,00,000 બેરલ) ક્રૂડ ઓઈલ સાથેનું જહાજ ભારત તરફ મોકલ્યું હતું. તાંઝાનિયા ઝંડા લગાવેલા અંડમાન સ્કાઈસ નામનું જહાજ ઈન્ડિયન ઑઈલ કોર્પોરેશનને ડિલીવરી કરવા માટે ગુજરાતના વાડિનાર બંદર તરફ વધી રહ્યું હતું.

ભારતીય નિયમો મુજબ, 20 વર્ષથી વધુ જૂના જહાજો પાસે ઈન્ટરનેશનલ એસોસિએશન ઑફ ક્લાસિફિકેશન સોસાયટીના કોઈપણ સભ્યનું અથવા ભારતના દરિયાકાંઠા સત્તાવાળા દ્વારા સત્તાવાર એકમ તરફથી ‘દરિયાઈ યોગ્યતા પ્રમાણપત્ર’ મેળવો જરૂરી છે.

સૂત્રોના જણાવ્યા મુજબ અંડમાન સ્કાઈજ નામનું જહાજ વર્ષ 2004માં બન્યું હતું અને તે ડિસેમ્બરમાં જ ભારત આવ્યું હતું. તે વખતે તેમની પાસે ભારત આધારીત ડકાર ક્લાસ સર્ટિફિકેટ ન હતું.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *