Moscow,તા.૧૩
યુક્રેન સાથેના મહા યુદ્ધ વચ્ચે રશિયાની વ્લાદિમીર પુતિન સરકાર ઘટતી વસ્તીનો સામનો કરી રહી છે. આ સંકટને નીપટાવવા માટે રશિયન સરકારે લોકોને જાગૃત કર્યા છે, આકર્ષક ઓફરો અને વચનો આપી રહી છે. પરંતુ દરેક કોશિશ હજુ સુધી કોઈ પરિણામ લાવી શકી નથી. એક રિપોર્ટ પ્રમાણે પુતિન સરકાર હવે જન્મ દર વધારવા માટે એક અનોખો ઉપાય શોધ્યો છે. આ અંગે પાંચ દરખાસ્તો પર વિચાર કરવામાં આવી રહ્યો છે, જેમાં રાત્રે ૧૦ વાગ્યા પછી લાઇટ-ઇન્ટરનેટ બંધ કરવા, માતાઓને પ્રોત્સાહક રાશિ આપવી, સરકાર તરફથી કપલને પહેલી તારીખનો સંપૂર્ણ ખર્ચ ઉઠાવવામાં આવશે અને સેક્સ મંત્રાલયની સ્થાપના કરવાનું પણ સામેલ છે.
રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના વફાદાર અને રશિયન સંસદમાં કૌટુંબિક સંરક્ષણ સમિતિના અધ્યક્ષ નીના ઓસ્ટાનીનાએ સેક્સ મંત્રાલયની રચના માટે માંગ કરી છે. તેમનું માનવું છે કે આ મંત્રાલય દ્વારા વસ્તી વધારવા માટે વિવિધ પ્રકારના ઉપાયો શોધવામાં આવશે. જેથી દેશને સમસ્યામાંથી બહાર લાવી શકાય.
રશિયામાં ઘટતી વસ્તીનું મુખ્ય કારણ યુક્રેન સંઘર્ષ પણ જવાબદાર છે. ફેબ્રુઆરી ૨૦૨૨માં શરૂ થયેલા આ યુદ્ધમાં લાખો રશિયન સૈનિકો માર્યા ગયા છે. હાલમાં જ બ્રિટિશ અધિકારીઓએ દાવો કર્યો હતો કે, આ યુદ્ધમાં રશિયા આશરે ૭ લાખ સૈનિકો ગુમાવી ચૂક્યું છે અને આ સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. ગયા મહિને ઑક્ટોબરમાં દરરોજ સરેરાશ ૧૫૦૦ રશિયન સૈનિકોએ જીવ ગુમાવ્યો હતો. આ સિવાય રશિયામાં હાજર યુવાનોને આર્મી ટ્રેનિંગ આપીને યુક્રેન મોકલવામાં આવી રહ્યા છે. દેશના અધિકારીઓ ઘટતી વસ્તીને રોકવા માટે પુતિનના આહ્વાન પહોંચી વળવા અસંખ્ય યોજનાઓ પર વિચાર કરી રહ્યા છે.
રશિયન સરકાર દ્વારા મૂકવામાં આવેલ મુખ્ય દરખાસ્તોમાંની એક છે, ઈન્ટરનેટ અને ૧૦ વાગ્યાથી સવારના ૨ વાગ્યાની વચ્ચેની લાઇટ પણ બંધ કરવી. જેથી કરીને યુગલોને અંતરંગ પ્રવૃત્તિઓમાં સામેલ થઈ શકે તે માટે પ્રોત્સાહિત કરી શકાય.
જો કોઈ મહિલા બાળકને જન્મ આપે છે, તો રશિયન સરકાર માતાઓને પ્રોત્સાહન રકમ આપવાની યોજના પર વિચાર કરી રહી છે. જે મહિલાઓ ઘરે રહીને પોતાના બાળકોનો ઉછેર કરે છે, અને ઘરનું કામ કરે છે તેમને મહિને પૈસા આપવાનું પણ સૂચન કરવામાં આવ્યું છે. રશિયા તેને પેન્શનની ગણતરીમાં સામેલ કરી શકે છે.
અન્ય એક સૂચન મુજબ સરકાર દંપતીને પહેલી તારીખનો સંપૂર્ણ ખર્ચ ચૂકવે. તેના માટે ખર્ચ મર્યાદા ૫,૦૦૦ રુબેલ્સ (અંદાજે ૪,૩૯૫ રૂપિયા) રાખવામાં આવી છે.હોટલોમાં યુગલો માટે આયોજિત લગ્નની રાત્રિઓનો ખર્ચ ઉઠાવવા પણ વિચારણા કરવામાં આવી રહી છે. અને તેના માટે ૨૬,૩૦૦ રુબેલ્સ (?૨૩,૧૨૨) સુધીની ચુકવણીનો સમાવેશ થાય છે.
સ્થાનિક મીડિયાના જણાવ્યા પ્રમાણે જન્મ દર વધારવાની પહેલની જવાબદારી ઉઠાવવા માટે ’સેક્સ મંત્રાલય’ની સ્થાપના કરવા માટે પણ માંગ કરવામાં આવી છે. આ પ્રસ્તાવ ગ્લેવપીઆર એજન્સી દ્વારા કરવામાં આવેલી અરજીમાં કરવામાં આવ્યો છે. એડલ્ટ ગર્લ સ્ટુડન્ટ્સ બાળકને જન્મ આપે તો લાખો રૂપિયા મળશે. આરોગ્ય મંત્રી ડો. યેવજેની શેસ્ટોપાલોવે જણાવ્યું હતું કે રશિયન લોકો ઓફિસો અને ફેક્ટરીઓમાં કોફી અને લંચ બ્રેક દરમિયાન સેક્સ કરી શકે છે.