Russia ની મોટી સિદ્ધિ; કેન્સર સામેની વેકસીન તૈયાર

Share:

Russia,તા.18

કેન્સર એક જીવલેણ રોગ બનતો જાય છે અને તેમાં શસ્ત્રક્રિયા તથા બાદના મેડીકલ ઉપચારો પણ કેટલા સફળ થાય છે તે નિશ્ચિત નથી તે સમયે રશિયાથી એક સારા સમાચાર આવ્યા છે. આ દેશના તબીબી-વૈજ્ઞાનિકોએ કેન્સરની એક વેકસીન તૈયાર કરી છે અને mRNA ફોર્મ્યુલા આધારિત આ વેકસીન કેન્સરના કોષોનો ખાત્મો કરશે.

જેથી શરીરમાં કેન્સર વધવાનો કે ફેલાવાની ચિંતા રહેશે નહી. રશિયાના આરોગ્ય વિભાગના રેડિયોલોજી મેડીકલ રિસર્ચ સેન્ટર દ્વારા આ વેકસીન તૈયાર કરવામાં આવી છે. જો કે હજુ આ વેકસીન પ્રી-કલીનીકલ તબકકે છે એટલે કે તેના લેબ પરિક્ષણમાં જણાવે છે કે શરીરમાં કેન્સરની જે ગાઠ બને છે તેને કેન્સરના કોષો જે શરીરમાં અન્ય ભાગોમાં ફેલાય છે તેને રોકે છે.

હજુ થોડા માસ પુર્વે જ રશિયાના પ્રેસીડેન્ટ વ્લાદીમીર પુટીને તેમનો દેશ કેન્સરની વેકસીન બનાવવા સફળતાની નજીક છે. ઉપરાંત શરીરમાં જે કેન્સર સામે લડવાની રોગપ્રતિકારક શક્તિ છે તેને પણ વધારવા માટેની ડ્રગ તેમનો દેશ આપવામાં સફળતાની નજીક છે. આ વેકસીનની ટ્રાયલ અંગે રીસર્ચ સેન્ટરના ડિરેકટર એલેકસઝાંડર ગિસ્તુબર્ગ એ જણાવ્યું કે વેકસીનના ખરેખર નિર્માણમાં આર્ટિફિશ્યલ ઈન્ટેલીજન્સની ભૂમિકા સૌથી મહત્વની બની રહેશે.

આ માટે આર્ટિફીશ્યલ ન્યુરલ નેટવર્ક તૈયાર કરાયુ છે જે જેનાથી વેકસીન ઉત્પાદન સમય ખુબજ ઘટી જશે અને મહત્વનું એ છે કે દરેક વ્યક્તિમાં કેન્સરની સ્થિતિ અલગ હોય છે તેની આવશ્યકતા મુજબ વેકસીન તૈયાર કરી શકાશે અને ફકત એક જ કલાકમાં તે તૈયાર થઈ જશે. આ માટે મેટ્રીકસ મેથર્ડ જે એક ગાણિતિક પદ્ધતિ છે તેનો ઉપયોગ કરવામાં આવશે. આ ન્યુરલ નેટવર્ક કોમ્યુટીંગનો ઉપયોગ થશે.

વેકસીન એ કેન્સરના કોષોને ખત્મ કરશે અને રોગપ્રતિકારક શક્તિ જે કેન્સર સામે લડવામાં મહત્વની છે તેને વધારશે તે કેન્સરની ગાંઠને ટાર્ગેટ કરશે અને તેનો નાશ કરશે. જેનાથી કેન્સરની ગાંઠની સમસ્યા રહેશે નહી અને રોગપ્રતિકારક શક્તિની તેના કોષને શરીરમાં ફેલાતા અટકાવશે તે શરીરની કુદરતી ક્ષમતાને વિકસાવે છે જેથી ભવિષ્યમાં કેન્સર થવાની શકયતા નહીવત હશે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *