રોમિયોને સીધાદોર કરવા Vadodara માં કોલેજની વિદ્યાર્થીનીઓને સેલ્ફ ડિફેન્સના પાઠ ભણાવ્યા

Share:

Vadodara,તા.09

વડોદરાના અકોટા વિસ્તારમાં આવેલી મહિલા કોલેજની વિદ્યાર્થીનીઓને મહિલા પોલીસની શી ટીમ દ્વારા સેલ્ફ ડિફેન્સના પાઠ ભણાવવામાં આવ્યા હતા.

કોલેજની વિદ્યાર્થીનિઓનો પીછો કરી કેમ્પસમાં આવી રોમિયો દ્વારા પજવણી કરવામાં આવતા હોવાના અવારનવાર કિસ્સા બનતા હોય છે. જેને પગલે શહેર પોલીસ કમિશનર દ્વારા શી ટીમને સેલ્ફ ડિફેન્સની ટ્રેનિંગ આપવા માટે સૂચના આપવામાં આવી હતી.

શી ટીમ દ્વારા અકોટા વિસ્તારમાં આવેલી મહિલા કોલેજમાં 120 વિદ્યાર્થીનીઓને સ્વ બચાવ કેવી રીતે કરવો તેના પાઠ ભણાવતી ટ્રેનિંગ આપવામાં આવી હતી. આ પ્રકારના કાર્યક્રમ આગામી સમયમાં બીજા શૈક્ષણિક સંકુલોમાં પણ કરવામાં આવનાર છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *