Bangalore,તા.21
ટીમ ઈન્ડિયા ન્યુઝીલેન્ડ સામે બેંગલુરુમાં રમાઈ રહેલી પ્રથમ ટેસ્ટમાં વાપસી કરવાનો પ્રયાસ કરી રહી છે. પ્રથમ ઈનિંગમાં માત્ર 46 રનમાં આઉટ થયા બાદ ત્રીજા દિવસના અંતે યજમાન ટીમ માટે સ્થિતિ ઘણી સારી બની શકી હોત, પરંતુ બેટ્સમેની જેમ બોલરોએ પણ નિરાશ કર્યા હતા. ત્રીજા દિવસે 3 વિકેટ પર 180 રનથી આગળ રમતી કિવી ટીમે ટૂંક સમયમાં ચોથી વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ ભારતીય મૂળના રવિન્દ્ર રચિન (134) અને ત્યારબાદ ટિમ સાઉદી (65)એ સારું પ્રદર્શન કર્યું.
રોહિત શર્માને લઈને માંજરેકરે શું કહ્યું?
ભારતીય બોલરો સમયસર પોતાની વિકેટ લેવામાં નિષ્ફળ રહ્યા હતા. પરિણામ એ આવ્યું કે, મહેમાન પહેલી ઈનિંગમાં 356 રનની વિશાળ લીડ લેવામાં સફળ રહ્યા. ભારતે ન્યૂઝીલેન્ડની પહેલી ઈનિંગનું દેવું ઉતાર્યું, પરંતુ તેને હજુ 125 રન બનાવવાના બાકી છે. જો ભારત આ સ્થિતિમાં છે, તો માંજરેકરના મતે રોહિત શર્મા પણ આ માટે દોષિત છે. જેમાં સોશિયલ મીડિયા માધ્યમ X પર, સંજયે રોહિતને પૂર્વ દિગ્ગજ એમએસ ધોની પાસેથી શીખવાની સલાહ આપી છે.
માંજરેકરે પોસ્ટમાં લખ્યું કે, ‘નુકસાનના નિયંત્રણની બહાર જવા માટે પહેલા ધોનીની પાસે બોલિંગમાં ફેરફાર કરવાની શાનદાર ક્ષમતા હતી. રોહિતે પોતાના નેતૃત્વમાં આ ગુણ લાવવાની જરૂર છે.’