Rohit-Kohli એ વનડેમાં દમ બતાવવો પડશે :કાલે ઇંગ્લેન્ડ સામે પ્રથમ જંગ

Share:

New Delhi,તા.5
ભારતીય કપ્તાન રોહિત શર્મા અને વિરાટ કોહલી, જે લાલ બોલની રમતમાં ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યાં છે, હવે તેને વ્હાઇટ બોલ ક્રિકેટમાં પોતાને સાબિત કરવાની તક મળશે. ગુરુવારથી નાગપુરમાં શરૂ થતી ઇંગ્લેન્ડ સામેની ત્રણ વનડે શ્રેણીમાં, બંને પાસે સારું પ્રદર્શન કરવાની તક છે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલાં તેઓ પાસે ફોર્મમાં આવવા માટેની આ છેલ્લી તક છે. 

ટીમ ઇન્ડિયા લગભગ છ મહિના પછી વનડે સિરીઝ રમશે. અગાઉની શ્રેણી શ્રીલંકા સામે ઓગસ્ટ 2024 માં રમી હતી જેમાં તે પરાજિત થઈ હતી. રોહિત અને વિરાટ તેમની ખામીઓને દુર કરીને મોટી ઇનિંગ્સ રમવાનું પસંદ કરશે.બોર્ડર ગાવસ્કર સિરીઝમાં ઓસ્ટ્રેલિયા સામે અને બાદમાં રણજી ટ્રોફીમાં પણ બંને સારું પ્રદર્શન કરી શક્યાં ન હતાં.

લગભગ એક દાયકા પછી, રોહિતે ઘરેલું ક્રિકેટ રમી હતી, તેણે મુંબઈ માટે બે ઇનિંગ્સમાં ત્રણ અને 28 રન બનાવ્યાં હતાં. જયારે વિરાટે દિલ્હી માટે 15 બોલમાં છ રન બનાવ્યાં હતાં.ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝમાં, સ્ટમ્પની બહાર જતી બોલ પર વારંવાર ફઆઉટ થતાં કોહલી એ રણજી ટ્રોફી માટે સંજય બાંગડ સાથે વિશેષ શિબિરમાં કામ કર્યું હતું.

તેની અસર પણ  થઈ હતી કે તેણે રેલ્વે સામે રણજી મેચમાં બહાર જતાં બોલને રમવાનું ટાળ્યું પણ મોટી ઇનિંગ્સ રમી શક્યો નહીં. તેણે હિમાશુ સંગવાનની અંદર આવતી બોલ પર વિકેટ ગુમાવી હતી.

તે વનડેમાં મોટી ઇનિંગ્સ રમીને અને આ કડવી યાદોને ભૂલીને પોતાને સાબિત કરવા માંગશે. તે છેલ્લાં ત્રણ વનડેમાં ફક્ત 58 રન બનાવી શક્યો હતો. તેણે છેલ્લે નવેમ્બર 2023 ના વાનખેડે સ્ટેડિયમ ખાતે ન્યુઝીલેન્ડ સામે સદી ફટકારી હતી.

રોહિતનું બેટ પણ ટેસ્ટમાં શાંત હતું, પરંતુ તે આક્રમક રમતો બતાવી રહ્યો છે, રોહિત  વનડેમાં ઘણું સારું રમે છે, વનડેમાં રોહિત ઓપનર તરીકે અને કોહલી નંબર ત્રણ પર આવીને ઘણી સારી ઈનિંગ રમે છે. રોહિતે ગયાં વર્ષે શ્રીલંકા સામે 141.44 ના સ્ટ્રાઈક રેટથી રનો બનાવ્યાં હતાં.

વિરાટ સચિનને પાછળ છોડી દેશે 
કોહલી શ્રેણીમાં તેંડુલકરનો મોટો રેકોર્ડ તોડી શકે છે. તેણે અત્યાર સુધીમાં 295 વનડેમાં 58.18 ની સરેરાશથી 13906  રન બનાવ્યાં છે.  જો તેણે 94 રન બનાવી લે, તો સૌથી ઝડપી 14 હજાર રન બનાવનાર ખેલાડી બનશે. તે સચિનનો રેકોર્ડ તોડશે. સચિને 359 મેચ અને 350 ઇનિંગ્સમાં આ પરાક્રમ હાંસલ કર્યો હતો.  શ્રીલંકાનાં સંગાકારાએ 402 મેચ અને 378 ઇનિંગ્સમાં આ કર્યું હતું. 

ત્રીજા ખેલાડી બનશે 
કોહલી 14 હજાર રન બનાવનાર ભારતનો બીજો ખેલાડી અને વિશ્વનો ત્રીજો ખેલાડી બનશે. તે સચિન અને સંગાકારાના ક્લબમાં જોડાશે. કોહલીનો વનડેમાં 50 સદીઓનો રેકોર્ડ છે, જે સચિન કરતાં વધુ છે. આ સિવાય, તેણે 72 અડધી સદી પણ ફટકારી છે. 

પંતે બેટિંગ અને રાહુલે વિકેટકીપિંગ કરી 
મંગળવારે ભારતીય ટીમનાં પ્રેક્ટિસ સેશન દરમિયાન, પંતે બેટિંગ પ્રેક્ટિસ પર ધ્યાન આપ્યું હતું જ્યારે લોકેશ રાહુલે વિકેટકીપિંગ કરી હતી.  રાહુલે પણ બેટિંગ સાથે વિકેટકીપિંગની પ્રેક્ટિસ કરી હતી. પંતનું આખું ધ્યાન બેટિંગ પર હતું. તે સ્પિનરો સામે મોટા શોટ રમવાની પ્રેક્ટિસ કરી રહ્યો હતો. રાહુલ બેટિંગની પ્રેક્ટિસ દરમિયાન મેદાન પરનાં ફીલ્ડ શોટ રમતો જોવા મળ્યો હતો. 

બુમરાહ નહીં રમે 
ચક્રવર્તીનો સમાવેશ કરતાં, બીસીસીઆઈએ બુમરાહનું નામ સૂચિમાં મૂક્યું નથી. જો કે, તે પહેલેથી જ ખાતરી છે કે બુમરાહ પ્રથમ બે મેચ રમશે નહીં. ત્રીજા માટે તેમની ઉપલબ્ધતા એનસીએની તબીબી ટીમની મંજૂરી પર પણ નિર્ભર રહેશે. ભારતીય ટીમની નેટ પ્રેક્ટિસ  દરમિયાન ચક્રવર્તી બોલિંગ કરતો જોવા મળ્યો હતો.

વનડે ટીમમાં પ્રથમ વખત વરૂણ ચક્રવર્તી
ઇંગ્લેન્ડ સામે તાજેતરમાં સમાપ્ત થયેલ ટી-20 શ્રેણીમાં તેજસ્વી પ્રદર્શન પછી સ્પિનર વરૂણ ચક્રવર્તીને પ્રથમ વખત વનડે ટીમમાં શામેલ કરવામાં આવ્યો છે. સંભવ છે કે ચક્રવર્તી ચેમ્પિયન્સ ટ્રોફી ટીમનાં ચાર સ્પિનરોમાંથી એકની જગ્યા લઈ શકે છે. તેઓ કુલદીપ અથવા સુંદરની જગ્યાએ ટીમમાં શામેલ થઈ શકે છે.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *